મહેસાણા જિલ્લામાં કોવિડ-૧૯નો બુધવારે એક પોઝીટીવ કેસ નોંધાયો

  • જિલ્લામાં કોવિડ-૧૯ના આજ દિન સુધી ૧૧૫ કેસ નોંધાયા
  • જિલ્લામાં આજ દિન સુધી કોવિડના ૦૯ દર્દીઓના અવસાન

મહેસાણા,
મહેસાણા જિલ્લામાં કોવિડ-૧૯ની પરિસ્થિતિ મુજબ ૦૨ જુન સુધી ૧૫૮૪ સેમ્પલ લેવામાં આવેલ હતા.જેમાંથી ૧૪૨૨ સેમ્પલ નેગેટીવ આવેલ છે.બુધવારે મહેસાણા જિલ્લામાંથી ૩૦ સેમ્પલના પરીણામ આવ્યા હતા જેમાંથી ૨૯ સેમ્પલના પરીણામ નેગેટીવ અને ૦૧ સેમ્પલનું પરીણામ પોઝીટવ આવેલ છે. મહેસાણા જિલ્લામાં એક્ટીવ કેસ ૨૭ છે અને જિલ્લાના ૭૯ દર્દીઓને કોરોને પરાસ્ત કરેલ છે જેઓને રજા આપેલ છે.મહેસાણા જિલ્લામાં વડનગર જી.એમ.ઇ.આર.એસ સારવાર લેતા દર્દીએ કોરાનાને મહાત આપતાં તેઓને રજા આપવામાં આવેલ છે. મહેસાણા જિલ્લામાં લેવાયેલ ૪૯ સેમ્પલા પરીણામ પેન્ડીંગ છે.

આજે બુધવારે મહેસાણા જિલ્લામાં ૩૦ વર્ષીય જયેશકુમાર કડીયા જેઓ સાર્વજનિક હોસ્પિટલ સામે ગોઝારીયા ખાતે રહે છે.જેમની હિસ્ટ્રી SARI (Severe Acute Respiratory Infection)(ગંભીર તીવ્ર શ્ર્વસન ચેપ) છે. જેઓને સાંઇ ક્રિષ્ણા હોસ્પિટલ ખાતે દાખલ કરેલ છે.

Spread the love
Right Click Disabled!