સામાજિક એકતા જાગૃતિ મિશન એક રાષ્ટ્રવ્યાપી આંદોલન

સામાજિક એકતા જાગૃતિ મિશન એક રાષ્ટ્રવ્યાપી આંદોલન
Spread the love

સામજિક એકતા જાગૃતિ મિશન એ ભારતની એક રાષ્ટ્રીય કક્ષાની સામાજિક સંસ્થા છે જે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જન જાતિ, અન્ય પછાત જાતિ, ધાર્મિક લઘુમતીઓ અને ઉચ્ચ જાતિના આર્થિક રીતે નબળા લોકો નું પ્રતિનિધિત્વ કરવા માટે રચાયેલ છે. આ મિશનની સ્થાપના ગુજરાત હાઇકોર્ટના વકીલ માન. કેવલસિંહ રાઠોડ દ્વારા 2009 માં કરવામાં આવી હતી. તે માત્ર એક સંસ્થા નથી તે જાતિવાદ અને મૂડીવાદ સામે દેશવ્યાપી આંદોલન છે. સામાજિક એકતા જાગૃતિ મિશન દ્વારા વંચિત લોકોને તેમના બંધારણીય હક્કો વિશે જાગૃત કરવા માટે ત્રણ કાર્યક્રમો શરૂ કરવામાં આવેલા છે, જેમાં અસ્પૃશ્યતા નિવારણ શિબિર, સર્વ સમાજના ભાઈચારા સંમેલન તેમજ મજૂર અધિકાર સંમેલનનું આયોજન કરવામાં આવે છે.

આ મિશનનો હેતુ જાતિ, ધર્મ અથવા જન્મ સ્થળના આધારે કોઈપણ નાગરિક સામેના ભેદભાવને સમાપ્ત કરવાનો છે. આ આંદોલન ભારતનું ભાગ્ય બદલવા માટે છે, આ લડત જ જાતિવાદ અને મૂડીવાદને નાબૂદ કરવા માટે છે. વધુમાં સામાજીક એકતા જાગૃતિ મિશનના સહ-પ્રભારી ભાવનાબેન.રાઠોડ જણાવે છે, કે સામાજિક એકતા જાગૃતિ મિશનના આ આંદોલનનું અંતિમ ધ્યેય ભારત દેશ ને સાચા અર્થ માં લોકશાહી બનાવવા માટે નું છે. સાચી લોકશાહી નો અર્થ વિધાયીકા,કાર્યપાલિકા, ન્યાયપાલિકા,મીડિયા અને ઉદ્યોગો માં વંચિત લોકોનું યોગ્ય પ્રતિનિધિત્વ સુનિશ્ચિત કરવાનું છે.

રિપોર્ટ : કાજલ ચાવડા (ગાંધીધામ)
લોકાર્પણ દૈનિક

-સમિતિ-20200603_201326.jpg

Admin

Tulsibhai

9909969099
Right Click Disabled!