અંબાજી વોરિયર્સ , 5 પત્રકારોનો કોરોના રિપોર્ટ નેગેટીવ આવ્યો

અંબાજી વોરિયર્સ , 5 પત્રકારોનો કોરોના રિપોર્ટ નેગેટીવ આવ્યો
Spread the love

શક્તિ ભક્તિ અને પ્રકૃતિ નો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાન સરહદ પર આવેલું છે આ ધામ મા વીઆઈપી ,નેતાઓ અને ઉધોગપતિ અવારનવાર આવતા હોય છે ,લોક ડાઉન 1 થી 4 સુધી અંબાજી મંદિર માઈ ભક્તો માટે બંદ રહ્યુ હતુ ત્યારે અનલોક 1 મા ધાર્મિક સ્થળો ને ખોલવાની મંજૂરી મળતા અંબાજી સહીત ના ગુજરાત ના વિવિધ મંદિરો ખુલી ગયા હતા ,અંબાજી મંદિર 12 જૂન થી ખુલતાની સાથેજ અંબાજી મંદિર ખાતે સાબરકાંઠા લોકસભા સાંસદ દીપસિંહ રાઠોડ અંબાજી માતાજી ના દર્શન કરવા આવ્યા હતા આ સિવાય ગુજરાત કોંગ્રેસ ના નેતાઓ પણ અંબાજી માતાજી ના દર્શન કરવા આવ્યા હતા.

આ તમામ બાબતો ને મીડિયા ના માધ્યમ થી કવર કરવા માટે અંબાજી ના સ્થાનીક મીડિયા અંબાજી મંદિર ખાતે ગયા હતા જેમા અંબાજી ના એક અમારા સાથી મીડિયા કર્મી નિર્મલ જોષી [ મંતવ્ય ચેનલ ] ને કોરોના રિપોર્ટ પોઝેટીવ આવતા તેને સારવાર માટે પાલનપુર કોવીડ હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને હાલ મા તેની તબિયત ઘણી સારી છે ,નિર્મલ ના સંપર્ક મા આવેલા અંબાજી ના 6 મીડિયાકર્મી નો 17 તારીખ ના રોજ કોરોના ટેસ્ટ કરવામા આવ્યો હતો જેમા 5 મીડિયા કર્મી નો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે જયારે 1 મીડિયા કર્મી નો રિપોર્ટ પેન્ડીંગ છે

અંબાજી થી 10 કિલોમીટર દૂર આવેલા વિન્ડ વાઈન્ડસ રિસોર્ટ ખાતે 6 જૂન ના રોજ ગુજરાત કોંગ્રેસ ના ધારાસભ્યો આવ્યા હતા અને 16 જૂન ના રોજ આ તમામ ધારાસભ્યો ગાંધીનગર ખાતે રવાના થયા હતા આ રિસોર્ટ નું રિપોર્ટિંગ કરવા અંબાજી ના પત્રકારો અવારનવાર જતા હતા ,મીડિયા પણ કોરોના વોરિયર્સ તરીકે પોતાની ફરજ બજાવે છે ત્યારે તેને પણ ઘણી મુસીબતો નો સામનો કરવો પડે છે ,અંબાજી ખાતે તમામ પત્રકારો લોક ડાઉન થી આજદીન સુધી પોતાની ફરજ બજાવી સાચા કોરોના યોદ્ધા તરીકે બહાર આવ્યા છે ,અંબાજી ખાતે કોરોના પોઝેટીવ કેસ આવતા જ પોલીસ સ્ટેશન સામે આવેલા બાલાજી નગર વિસ્તાર ને કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યુ હતુ.

આ બાલાજી નગર મા અંદાજે 62 લોકો ને હોમ કોરોનટાઇલ કરવામાં આવ્યા છે જે નિર્મલ જોષી નો કોરોના પોઝેટીવ આવ્યો છે તેની તબિયત સુધારા પર છે અને આવનારા સમય મા તે કોરોના ને હરાવીને પોતાના ઘરે જરૂર આવશે. અંબાજી ના નિર્મલ જોષી નો કોરોના પોઝેટીવ આવ્યા બાદ તેના સંપર્ક મા આવેલા 6 પત્રકારો એ 17 તારીખ ના રોજ કોરોના ટેસ્ટ કરાવ્યો હતો જેનો રિપોર્ટ 19 જુન ના રોજ કોવીડ 19 હોસ્પીટલ બનાસ મેડિકલ કોલેજ થી આવ્યો હતો જેમા 5 પત્રકારો નો રિપોર્ટ નેગેટીવ આવ્યો છે જયારે એક પત્રકાર નો રિપોર્ટ આવવાનો બાકી છે

 નિર્મલ જોષી ની તબિયત મા ઘણો સુધારો
અંબાજી ખાતે પત્રકાર નું કામ કરતા નિર્મલ સનાલાલ જોષી ,બાલાજી નગર નો કોરોના પોઝેટિવ આવ્યા બાદ તેની સારવાર પાલનપુર કોવીડ 19 હોસ્પીટલ ખાતે ચાલી રહી છે અને તેની તબીયત હાલ ઘણી સુધારા પર છે અને તેનામા કોઈ લક્ષણ ન હોવાનુ નિર્મલ દ્વારા જણાવવામાં આવ્યુ હતુ

કોરોના રોગ ને લઈને કોઈએ ખોટી અફવા ફેલાવી નહીં
અંબાજી ખાતે કોરોના નો પ્રથમ પોઝેટીવ કેસ મીડિયાકર્મી ને આવ્યો ,કોરોના ગમે તેને થઇ શકે છે અને કોરોના થી કોઈએ ડરવાની જરૂર નથી ,ભીડભાડ વાળી જગ્યા એ જવાનુ ટાળવુ જોઈએ ,માસ્ક નો ફરજીયાત ઉપયોગ કરવો ,કામ સિવાય બહાર જવુ નહી અને ગરમ પાણી ,ઉકાળો ,લીંબુ સરબત, આર્યુવેદીક દવા નો મહત્તમ ઉપયોગ કરવો જોઈયે ,અંબાજી ના લોકોએ સમજ્યા વગર કોઈપણ અફવા ફેલાવી નહી ,માતાજી ને પ્રાર્થના કરીયે કે અંબાજી ખાતે બીજો કોઈ પોઝેટીવ કેસ ના આવે…

IMG_20200426_130721.jpg

Amit Patel

Amit Patel

Right Click Disabled!