અમદાવાદની રથયાત્રા ન કાઢવા જગન્નાથ મંદિરનું સરકારે જમીન કૌભાંડમાં નાક દબાવ્યું…!

અમદાવાદની રથયાત્રા ન કાઢવા જગન્નાથ મંદિરનું સરકારે જમીન કૌભાંડમાં નાક દબાવ્યું…!
Spread the love

જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસએ કહ્યું કે, આ વર્ષે હું તમને ભગવાનના દર્શન ન કરાવી શક્યો. હવે મારું જીવતર જ નિરર્થક છે, જેને અમારું દુર્ભાગ્ય માનીએ છીએ. મહંતે આરોપ મૂકતાં કહ્યું કે, જગન્નાથજીની મંગળા આરતી સુધી વિશ્વાસ અપાવ્યો હતો કે રથયાત્રા નીકળશે, પરંતુ છેલ્લા સમયે ખબર પડી કે અમે છેતરાયા છીએ. મેં એક ખોટા વ્યક્તિ પર વિશ્વાસ મૂક્યો તે સૌ ભક્તો અને અમને ભારે પડ્યો છે. તેમ ભાજપના પૂર્વ કાર્યાલય મંત્રી અને સંધના કાર્યકર શ્રીનાથ ઉપાધ્યાયે જણાવ્યું હતું.

બીજી તરફ સરસપુર રણછોડરાયજી મંદિરના મહંત લક્ષ્મણદાસજીએ પણ આક્રોશ ઠાલવતા કહ્યું હતું કે, ‘રાજ્યના મુખ્યમંત્રી, મંદિરના ટ્રસ્ટી અને મહંતનું અકાળે મૃત્યુ થવાના કારણે શોક અનુભવીએ છીએ!’ તેઓ આડકતરી રીતે કહેવા માગતા હતા કે મંદિરના ટ્રસ્ટી અને મહંત દ્વારા રથયાત્રા ન કાઢવામાં આવી તેનું તમને ખૂબ જ દુઃખ થયું છે. આ નિવેદન થયુ એટલે સલ્તનત પોતાની લાજ બચાવવા મંદિરે દોડી ગઈ ! બાદ મહંત દિલીપદાસજીએ પોતાનું નિવેદન ફેરવી તોળ્યું છે.રાજ્ય સરકારે સંપૂર્ણ મદદ કરી છે. મારી નારાજગી સરકાર કે વ્યક્તિ સામે નથી. સરકારે ઘણી મહેનત કરી છે. મારી કોઈની સાથે નારાજગી નથી ફક્ત એટલું જ છે કે જો ચુકાદો વહેલો આવ્યોહોત તો કંઈ કરી શકાયું હોત.

સરકાર કેમ રાતે 9 વાગે કોર્ટ માં અરજી કરી ?
વહેલા કેમ કોર્ટમાં અરજી ન કરી ? આના થી આ સ્પષ્ટ સમજી શકાય છે કે મંદિર નું વિશાળ જમીન કૌભાંડ કોની મજબૂરી ! કોની દિખતી નસ કોના હાથમાં છે . મંદિર ની જમીન મુસ્લમો ના પંજામાંથી મંદિર ને ક્યારે પરત મળશે તેની સંભવાના ન બરાબર છે . આ જે કલંક ની કાળી ટીલી થઇ છે તે કેમ સાફ કરશો ? એવો પ્રશ્ન સંધના કાર્યકર શ્રીનાથ ઉપાધ્યાય કહે છે.

મહંતનું નાક દબાવવામાં આવ્યું તે આખી ઘટના આ પ્રકારની છે
લાખો શ્રદ્ધાળુઓની આસ્થાનું પ્રતિક એવાં જગન્નાથ મંદિર સાથે સંકળાયેલા નરસિંહદાસજી ગૌ સેવા ટ્રસ્ટની રૂ.800 કરોડની કિંમતની જમીનનો વિવાદ સામે આવ્યો છે. મહેન્દ્ર ઝા આ યોજના પાછળનું ભેજું હોવાનો આરોપ મૂકવામાં આવે છે. આ શોદામાં કેટલાંક ટ્રસ્ટીઓને રૂ.70 કરોડ મળેલા છે જે બિહારની એક જમીન ખરીદવામાં વપરાયા છે.અમદાવાદમાં 1878 થી દરેક અષાઢ-સુદ-બીજ પર ભગવાન જગન્નાથ, બલરામ અને સુભદ્રાના રથ સાથે જગન્નાથ મંદિર, અમદાવાદ દ્વારા 14 કિમી લાંબી રથ યાત્રાનું આયોજન કરવામાં આવે છે.

પુરી અને કોલકાતાની રથયાત્રા પછી અમદાવાદની રથ યાત્રા દેશમાં હિંદુઓની ત્રીજી સૌથી મોટી રથ યાત્રાનો તહેવાર છે.મંગળા આરતી સવારે 4 વાગ્યે કરવામાં આવે છે અને સામાન્ય રીતે રથ યાત્રા 7 વાગ્યે નીકાળવામાં આવે છે. પહિંદ વિધી ગુજરાતના મુખ્ય પ્રધાનો દ્વારા કરવામાં આવે છે. શહેરમાં ભગવાન કૃષ્ણની રથયાત્રા કાઢવામાં આવે છે ત્યારે 10 લાખ લોકો શ્રદ્ધાથી આવે છે. ત્યારે જમીન ગોટાળામાં કેટલાંક લોકોને બ્લેક મેઈલ કરીને કામો કરાવાયા હોવાની સ્ફોટક વિગતો જાહેર થઈ છે.

બહેરામપુરાની સરવે નંબર 138ની 1,27,084 ચો.મી. જમીન સુએજ ફાર્મની જગ્યા છે જેની માલિકી અખઈની હતી પછી વર્ષ 1992માં સ્ટેન્ડીંગ કમિટીએ ઠરાવ કરી જમીન ગૌ સેવા માટે કાયમી ભાડાપટ્ટે નરસિંહદાસજી ગૌસેવા ટ્રસ્ટ (જગન્નાથમંદિર, જમાલપુર)ને આપી હતી જેનો હેતુ માત્ર ગાયો માટે ઘાસ ઉગાડવાનો હતો પછી 2018માં દસ્તાવેજ કરી આ જમીન શ્રી નરસિંહદાસજી ગૌ સેવા ટ્રસ્ટના ટ્રસ્ટી વતી ટ્રસ્ટી દિલીપદાસજી મહારાજે યાસીન ગનીભાઇ ઘાંચીને ભાડાપટ્ટે આપી દીધી હતી. જેની સામે વિરોધનો સૂર તેજ થયો હતો.

પાલડીના ભરતસિંહ રાવતે આ દસ્તાવેજ સામે વાંધો લઈ ચેરિટી કમિશનર, અખઈ સહિત અન્ય સ્થળોએ ફરિયાદ કરી હતી. 1992માં બહેરામપુરાના સરવે નંબર 138ની 1.27 લાખ ચો.મી. જમીન જગન્નાથ મંદિરના નરસિંહદાસજી ગૌ સેવા ટ્રસ્ટને ગાયો માટે આપી પણ ટ્રસ્ટીઓએ ચેરિટી કમિશનરની પૂર્વ મંજૂરી વિના, કલેકટરની અશાંત ધારાની મંજુરી વિના આ જમીન એક બિલ્ડર યાસિન ગનીભાઇ ઘાંચીને પધરાવી દીધી હતી. આવા શ્રદ્ધાના સ્થાન પર ટ્રસ્ટીઓએ કરોડો રૂપિયાના કૌભાંડ કરીને જમીનો વેચી રહ્યાં છે. જેની સામે એક ટ્રસ્ટીએ વિરોધ કર્યો તો અહીં કમાયેલા પૈસા બિહાર મોકલી દેવામાં આવ્યા હતા. તે ગામની તપાસ કરવામાં આવે તો કરોડો રૂપિયાની મિલકતો બિહારથી મળી આવે તેમ છે.

પ્લાન પાસ કરી દેવાયા હતા પણ ચેરિટી કમિશનરની પૂર્વ મંજૂરી વિના જમીન વેચાણ થઇ હોવાની ફરિયાદો છેક ગાંધીનગર સુધી થતાં અખઈના અધિકારીઓના પગ નીચે રેલો આવ્યો હતો જેથી નરસિંહદાસજી ગૌ સેવા ટ્રસ્ટને શો-કોઝ નોટિસ ફટકારી છે. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનને આ જમીન રૂ.7500માં ટ્રસ્ટને ગૌ સેવા માટે આપી હતી પછી હવે હેતુ સચવાતો નથી તો પછી આ જમીન મ્યુનિ. તંત્રને પરત આપી દેવી જોઇએ. ટ્રસ્ટને શો-કોઝ નોટિસ આપી છે અને રજાચિઠ્ઠી સ્થગિત કરી દીધી છે. અમારી માગણી છે કે, આ જમીનનો હેતુ ગાયોના ઉપયોગ માટે થવો જોઇએ નહીં તો આ જમીન મ્યુનિ.કોર્પોરેશનને પરત કરી દેવી જોઇએ.આ જમીન કૌભાંડો ભાજપના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી જાણે છે. છતાં પગલાં કેમ ન લીધા ? 2020ની રથયાત્રા ન કાઢવા આ કૌભાંડ સરકારની મદદે આવ્યું છે.

રિપોર્ટ : ધવલ ગજ્જર (કડી)

IMG-20200626-WA0013.jpg

Admin

Dhaval Gajjar

9909969099
Right Click Disabled!