મહેસાણા : દર્શનાર્થીનાં સ્વાંગમાં મંદિરોમાં ચોરી કરતી છારા ગેંગના સાગરીતો ઝડપાયા
- એલસીબીએ બે મહિલા અને તેના પતિ સહિત ચાર જણાને કાર અને ચોરેલા આભૂસણો સહિત 1.84 લાખના મુદ્દામાલ સાથે દબોચ્યા
- મહેસાણા, વિજાપુર, માંકણજ અને અમદાવાદ ગ્રામ્ય સહિત 25 થી વધુ ચોરીની આરોપીઓ દ્વારા કબૂલાત
- છારા ગેંગના સાગરીતો ગુજરાત બહારના રહ્યોંમાં પણ મચાવી ચુક્યા છે ચોરીનો આતંક
મહેસાણા શહેર નજીક બાયપાસ હાઇવે પર ચાણસ્મા તરફ થી આવતી એક શંકાસ્પદ કાર મહેસાણા LCB ની ટિમ દ્વારા રોકવામાં આવી હતી જે કારમાં તપાસ કરતા કારમાં સવાર બે મહિલા અને તેમના પતિ મળી કુલ ચાર લોકો ચોરીનો સામાન વેચવા અમદાવાદ જતા હોવાની માહિતી સામે આવી હતી જેને પગલે પોલીસે સ્થળ પર થી કાર અને ચોરીના મુદ્દામાલ સાથે ચારેય આરોપીઓને પકડી પાડી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે જડપેલાં ચારેય આરોપીઓની તપાસ પૂછપરછ કરતા ઝડપાયેલા છારા ગેંગના ચાર સભ્યો ચંદ્રકાંત ઉર્ફે મુન્નો વિનોદ પરમાર અને તેની પત્ની ગિરા ચંદ્રકાન્ત પરમાર સાથે કમલેશ થાવરભાઈ રંગવાણી અને તેની પત્ની પૂનમ રંગવાણી એ મહેસાણા, વિજાપુર, માંકણજ અને અમદાવાદ ગ્રામ્ય વિસ્તારો સહિત ના મંદિરોમાં 25 થી વધુ તસ્કરી કરી તરખાટ મચાવ્યો હોવાની કબૂલાત કરી છે.
ઝડપાયેલા આરોપીઓ પોતે મંદિરોમાં દર્શનાર્થીઓ સ્વાંગમાં પ્રવેશ કરી મંદિરમાં રહેલી સોના ચાંદી સહિતની કિંમતી ધાતુઓની બનેલી ચીજ વસ્તુઓ ની ચોરી કરી ફરાર થઈ જતી હતી આ ચોર ગેંગના માત્ર ગુજરાત પરંતુ છેલ્લા 20 વર્ષ થી ટોળકી બનાવી પરપ્રાંતમાં પણ પોતાની કરતુતોને અંજામ આપતા પંજાબ, ચંડીગઢ, જયપુર, બિકાનેર, ભીલવાડા, આંધ્રપ્રદેશ, દિલ્લી, મહારાષ્ટ્ર જેવા શહેરોમાં તેમજ જેવલર્સની દુકાનોમાં નજર ચૂકવી ઘરેણાં ચોરી, બેન્ક માંથી પૈસાની ચિલજડપ, ગંદુ નાખી નજર ચૂકવી ચોરી કરવી સહિતના 25 થી વધુ ગુનાહિત કૃત્યો આચરેલ હોવાનો ઇતિહાસ સામે આવ્યો છે. મહેસાણા LCB પોલીસે છારા ગેંગના બે મહિલા સહિત ચારેય આરોપીઓને એક કાર અને 1.84 લાખના ચોરીના મુદ્દામાલ સાથે અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.