રાજકોટ : ભક્તિનગર પોલીસે શાપરના શખ્સને દબોચી લઇ 64 હજારનો મુદામાલ કબ્જે કર્યો

રાજકોટ : ભક્તિનગર પોલીસે શાપરના શખ્સને દબોચી લઇ 64 હજારનો મુદામાલ કબ્જે કર્યો
Spread the love

રાજકોટ શહેર ભક્તિનગર પોલીસે શાપરના શખ્સને ચોરાઉ કાર અને બે ચોરાઉં મોબાઈલ સાથે દબોચી લઇ ૬૪ હજારનો મુદામાલ કબ્જે કર્યો છે. શહેરમાં ઘરફોડ ચોરીના ગુનાઓના ભેદ ઉકેલવા ઉચ્ચ અધિકારીઓની સૂચનાથી ભક્તિનગર P.I. વી.કે.ગઢવીના માર્ગદર્શન હેઠળ પેટ્રોલીંગમાં રહેલા સલીમભાઇ મકરાણી અને ફિરોજભાઈ શેખને ખાનગીરાહે હકીકત મળી હતી. કે શાપરમાં વાછરદાદાના મંદિર પાસે રહેતો લલિત ઉર્ફે લક્કી હેમતભાઈ ધામેચા નામનો શખ્સ ચોરાઉ કાર લઈને નીકળવાનો છે.

આ બાતમી આધારે P.S.I પી.બી.જેબલીયા, વાલજીભાઇ જાડા, રણજીતસિંહ પઢારીયા, વિક્રમભાઈ ગમારા, દેવાભાઇ ધરજીયા, ભાવેશભાઈ મકવાણા, મનીષભાઈ શિરોડિયા, દિવ્યરાજસિંહ ઝાલા, રવિરાજભાઈ પટગીર, મેહુલભાઈ ડાંગર, હિતેન્દ્રસિંહ ઝાલા અને રાજેશભાઈ ગઢવીને સાથે રાખીને વોચ ગોઠવી ગાયત્રીનગરમાં દરોડો પાડી લલિતને ૫ ચોરાઉ મોબાઈલ પૈકી ૨ મોબાઈલ અને ચોરાઉ કાર સાથે દબોચી લઇ ઈ.ગુજકોપ એપ્લિકેશન આધારે ચેક કરતા આ કાર લક્ષ્મીવાડીમાં રહેતા અજીત નટવરલાલ મકવાણા નામના શખ્સની હોવાનું જાણવા મળતા તેને દબોચી લઇ તેની પાસેથી કાર, બે મોબાઈલ સહીત ૬૪ હજારનો મુદામાલ કબ્જે કર્યો હતો.

રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)

IMG-20200629-WA0027.jpg

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!