જૂનાગઢ : લોકો માટે 108 અને પશુઘન માટે 1962ની સુવિઘા

જૂનાગઢ : લોકો માટે 108 અને પશુઘન માટે 1962ની સુવિઘા
Spread the love
  • જૂનાગઢ ખાતે મંત્રીશ્રી જવાહરભાઇ ચાવડાએ ૩ પશુ મોબાઇલ વાનનું કર્યુ લોકાર્પણ

જૂનાગઢ : –૧૦૮ ની સેવા લોકો માટે છે. આ સેવા ખુબ અસરકારક રહી છે.૧૦૮ સેવા જેવી જ પશુઘનની જીવનરક્ષા માટે ૧૯૬૨ મોબાઇલ પશુવાનની સુવિઘા રાજ્ય સરકારે શરૂ કરી છે. જૂનાગઢ ખાતે આજે મંત્રીશ્રી જવાહરભાઇ ચાવડા, જિલ્લા પંચાયત પ્રમુખ સેજાભાઇ કરમટા,જિલ્લા કલેક્ટર ડો.સૈારભ પારઘીએ આ સેવાનો પ્રારંભ કરાવ્યો હતો. જૂનાગઢ જિલ્લાને પ્રથમ તબક્કે ૩ મોબાઇલ પશુવાન રાજ્ય સરકાર દ્રારા આપવામાં આવી છે. આ પશુવાન વિસાવદર તાલુકાના સરસઇ, માણાવદર તાલુકાનાં નાકરા અને માંગરોળ તાલુકાના શીલ ખાતે તૈનાત કરવામાં આવશે. તબકકાવાર વઘુ મોબાઇલ વાન જિલ્લાને ફાળવાશે તેમ નાયબ પશુપાલન નિયામક ડો. શીંગાળાએ જણાવ્યુ હતુ.

૧૦૮ પ્રણાલી મુજબ ૧૯૬૨ સેવારત રહેશે. હાલ શીલ,નાકરા અને સરસઇ આસપાસ ૩૦ ગામના ખેડુતો પશુપાલકોને આ ઇમરજન્સી સુવિઘા પ્રાપ્‍ત બનશે. જેમાં એક વેટરનરી ઓફીસર અને પશુઘન માટે જરૂરી દવાઓ આપવામાં આવશે. આ સેવા GVK-EMRI મારફત વિના મુલ્યે મળશે. તેમ ૧૦૮ ના જિલ્લા અઘિકારી વિશ્રૃત જોષીએ જણાવ્યુ હતું. રાજ્ય સરકાર દ્રારા દર ૧૦ ગામે એક મોબાઇલ પશુઘન આપવાનુ આયોજન છે. જેના ભાગરૂપે કરૂણા એનિમલ્સ એમ્બુલન્સ ૧૯૬૨ જૂનાગઢ જિલ્લાને આજે ૩ આપવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા પંચાયત કારોબારી સમિતિના અઘ્યક્ષ લાલજીભાઇ ડોબરિયા, ખેતી અને પશુપાલ સમિતિના ચેરમેન ભાવેશભાઇ ત્રાપસીયા પોલીકલીનીકના ડો.પી.ડી. કારેથા સહિત અઘિકારીઓ પદાઘિકારીઓ ઉપસ્થીત રહ્યા હતા.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
જૂનાગઢ બ્યુરોચીફ

moble-anemal-van-lokropan-1-2.JPG

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!