સમગ્ર ગુજરાતમા BLISની પરિક્ષામા પ્રથમ આવનાર કચ્છની અંજલિને ગોલ્ડ મેડલ
- જીવનનું કોઈ પણ લક્ષ્ય સિદ્ધ કરવું હોયતો અર્જુન ને એકલવ્ય જેવી એકાગ્રતા કેળવવી જોઈએ
આ શબ્દો ભુજ ની અંજલી ભરતભાઈ પીપરાણી ને ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવસિઁટિ મા બેચલર ઈન લાઇબ્રેરી એન્ડ ઈન્ફોરમેસન સાયન્સ ( BLIS )મા સમગ્ર ગુજરાત મા પ્રથમ ક્રમાંક સાથે ગોલ્ડ મેડલ મળ્યા બાદ પોતાની પ્રતિક્રીયા વ્યક્ત કરતા જણાવ્યું હતું. ગુજરાત ના યુવકો- અને યુવતીઓ માટે સરકાર તરફથી જ્યારથી આવી ઓપન યુનિવસિઁટિ શરૂ કરવામા આવેલ છે ત્યાર થી દરેક વિષયો પર સ્ટુડન્ટ્સ અભ્યાસક્રમ પસંદ કરી આવા વિષયો મા ટોપ કરી પોતાના મા રહેલ પ્રતિભાવો નો ખ્યાલ આપી રહયા છે.
અમદાવાદ ખાતે આંબેડકર ઓપન યુનિ.ઈ- દીક્ષાંત સમારોહ મા ભુજ ની અંજલિ પીપરાણી ને ગુજરાત રાજય ના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ના અધ્યક્ષસ્થાને યોજાયેલા ઈ- કાર્યક્રમમાં ગોલ્ડ મેડલ એનાયત કરાયો હતો. અમદાવાદ ખાતે યોજાયેલ ઈ- કાર્યક્રમ ને સંબોધતા રાજય ના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે સ્વાભાવિક છે કે આવા સ્ટુડન્ટ્સ ને રૂબરૂ મળવાનું મન થાય પરંતુ હાલના સંજોગો નજરે ડિજિટલ રીતે મળી રહયા છીએ અને તમામ છાત્રો ભવિષ્ય મા પણ અનેક ગણી સિદ્ધિઓ હાંસલ કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.
આ ઈ- દીક્ષાંત સમારોહમા શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, રાજયકક્ષાના મંત્રી વિભાવરીબેન દવે, રાજય ના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગના મુખ્ય સચિવ અંજુ શમાઁ ભારતની તમામ યુનિવસિઁટિના જનરલ સેક્રેટરી ડો. પંકજ મિતલ , ડો. બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવસિઁટિ ગુજરાતના વાઈસ ચાન્સેલર પ્રો. અમી ઉપાધ્યાય જોડાયા હતા. આ ઈ- દીક્ષાંત સમારોહ મા અંજલિ સાથે તેમના માતા-પિતા તથા દાદીમાં જોડાયા હતા.
દિકરીની આ સિધ્ધિઓનો શ્રય અંગે અંજલીના પિતા શ્રી. ભરતભાઈ પીપરાણી એ જણાવ્યું હતું કે કોમર્સ કોલેજ ભુજ ખાતે ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવસિઁટિમા અનુસ્નાતક અભ્યાસ માટે બેચલર ઈન લાઇબ્રેરી એન્ડ ઈન્ફોરમેસન સાયન્સ વિષય માટે પ્રવેશ મેળવ્યો હતો જુલાઈ- ૨૦૧૯ મા લેવાયેલ પરિક્ષામા સમગ્ર ગુજરાતમા પ્રથમ આવી ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યુ છે દિકરીની આ સિધ્ધિ માટે તેણીની ખૂબ મહેનત અને શિક્ષક ડો. હષઁદ તથા પૂર્વી નિમઁલ સરસ શૈક્ષણિક માગઁદશઁનને આભારી છે.