રાજકોટ : 1 જુલાઈ થી 15 ઓગષ્ટ દરમિયાન 2 વિશેષ પાર્સલ ટ્રેનોના 48 ફેરા
ઓખા-ગુવાહાટી પાર્સલ સ્પેશિયલ ટ્રેન તારીખ. ૧,૫,૮,૧૨,૧૫,૧૯,૨૨,૨૬,૨૯ જુલાઈ અને ૨ ઓગસ્ટ ૨૦૨૦ ના રોજ ૭:૧૫ વાગ્યે ઓખા થી ઉપડી અને ત્રીજા દિવસે સાંજે ૧૭.૦૦ વાગ્યે ગુવાહાટી પહોંચશે. તેમજ આ ટ્રેન પરત તા. ૪, ૮, ૧૧, ૧૫, ૧૮, ૨૨, ૨૫, ૨૯ જુલાઈ, ૧ અને ૫ ઓગસ્ટ ૨૦૨૦ ના રોજ ૧૬:૦૦ વાગ્યે ગુવાહાટી થી ઉપડીને ત્રીજા દિવસે મધ્ય રાત્રીએ ૧:૧૦ વાગ્યે ઓખા પહોંચશે. આ ટ્રેન જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ, આણંદ સહિતના સ્ટેશનો પર રોકાશે.
રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)