અશ્લીલ તસવીરો શિક્ષકોના ગૃપમાં મુકતા હડકંપ

અશ્લીલ તસવીરો શિક્ષકોના ગૃપમાં મુકતા હડકંપ
Spread the love

જામનગર જિલ્લાના ધુતારપરમાં આચાર્ય દ્વારા અશ્લીલ તસવીરો વાયરલ કરવાનો મામલે તપાસના આદેશ અપાયા હતા. આચાર્ય અને શિક્ષિકાની અશ્લીલ તસવીરો શિક્ષકોના જ ગ્રુપમાં ખુદ આચાર્યએ વાયરલ કરી હતી. જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા આ મામલે તપાસના આદેશ આપ્યા હતા. શિક્ષણ જગતને લાંછન લગાડતા આ સમાચાર કિસ્સાને જિલ્લા શિક્ષણ અધિકારીએ વખોડી હતી. જિલ્લા શિક્ષણ અધિકારી કહ્યુ હતુ કે આ પ્રકારના અમુક કિસ્સાઓ સમગ્ર શિક્ષણ જગતને લાંછન લગાડે છે.

જામનગરમાં દિવસેને દિવસે કોરોનાનું સંકટ વધી રહ્યું છે. શહેરના ક્રિસ્ટલ મોલમાં એક કર્મચારીને કોરોનાનો રીપોર્ટ પોઝિટિવ આવતા મોલ બંધ કરવાની ફરજ પડી. ગત રોજ સોની બજારને બંધ કરવાનો નિર્ણય લેવાયો હતો. તો ત્રણ ચાર દિવસ પહેલા ગ્રેઇન માર્કેટ બંધ કરવાનો નિર્ણય લેવાયો હતો. શહેરમાં દરરોજ ૧૫થી ૨૦ પોઝિટિવ કેસો નોંધાઈ રહ્યા છે. જેને પગલે કલેકટર દ્વારા લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે.

rape7-1024x683.jpg

Admin

Vinod Meghani

9909969099
Right Click Disabled!