સુરતમાં ખેડૂત સમાજે વડાપ્રધાન મોદીને લખ્યો પત્ર

સુરતમાં ખેડૂત સમાજે વડાપ્રધાન મોદીને લખ્યો પત્ર

સુરતમાં ગુજરાત ખેડૂત સમાજે વડાપ્રધાન મોદીને પત્ર લખ્યો હતો. પત્રમાં ભારત સરકારના દૂધ પાઉડરની આયાત કરવાના નિર્ણયથી પશુપાલકો પરેશાન હોવાની રજૂઆત કરવામાં આવી હતી. હાલમાં દેશમાં 1 લાખ 25 હજાર ટન પાવડરનો વિપુલ જથ્થો છે. ગુજરાતમાં દૂધ સંઘ પાસે ૭૦ હજારનો જથ્થો છે છતા દસ હજાર ટનની આયાત કરવાનો નિર્ણય કરાયો છે.પાવડર આયાત કરવાથી દેશમાં દૂધના પાઉડરનો કિલોએ સો રૂપિયાનો ઘટાડો થશે. પશુપાલકોને લિટર દીઠ પાંચ રૂપિયાના નુકસાન થવાની રજૂઆત કરાઇ હતી.

EacWITmUMAETSR9.jpg

Spread the love
Right Click Disabled!