ચારધામ યાત્રા જુલાઈથી થશે શરૂ

ચારધામ યાત્રા જુલાઈથી થશે શરૂ

કોરોના વાયરસના સંકટકાળમાં સરકારે પ્રતિબંધો હળવા કરતા સામાન્ય લોકો માટે ચારધામ યાત્રાને મંજૂરી આપી દીધી છે. સરકારે માર્ગદર્શિકા જાહેર કરતાં 1લી જુલાઇથી ચારધામની યાત્રા શરૂ કરવાનો નિર્દેશ આપ્યો છે. અલબત શરૂઆતમાં આ યાત્રા માટે રાજ્ય સ્તરેથી શરૂ કરી છે. નવી ગાઇડલાઇન મુજબ રાજ્યના ગ્રીન ઝોનમાં રહેનાર તમામ લોકો આ યાત્રાનો લાભ લઇ શકશે. તે ઉપરાંત કન્ટેઇન્મેન્ટ ઝોન અને બફર ઝોનમાં રહેનાર કોઇ પણ વ્યક્તિને ચારધામ યાત્રા કરવાની મંજૂરી અપાશે નહીં.

આ યાત્રાનો લાભ માત્ર ઉત્તરાખંડના લોકોને જ મળશે. સરકારે સીમિત સંખ્યામાં જ શ્રદ્ધાળુઓને યાત્રા કરવા માટે અનુમતિ આપી છે. યાત્રા કરતા પહેલા કરાવવુ પડશે રજીસ્ટ્રેશન યાત્રા શરૂ કરતા પહેલા દેવસ્થાનમ્ બોર્ડની વેબસાઇટ પર ફરજિયાત રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. જેમાં તેમની સંપૂર્ણ વિગતની સાથે એક સેલ્ફ ડિકલેરેશન કરવાનું રહેશે. ત્યારબાદ જ ઇ-પાસ જારી થશે. સરકારે પ્રત્યેક યાત્રીને દરેક ધામમાં એક રાત રહેવાની મંજૂરી આપી છે. આ દરમિયાન હેન્ડ સેનેટાઇર, માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું ફરજિયાત છે.

કોઇ પણ આકસ્મિક સ્થિતમાં સ્થાનિક વહીવટી તંત્રની મંજૂરી લેવાનો પણ નિર્દેશ આપ્યો છે. નિયમો વાંચી લેવા પછી જવાનું વિચારો કોરોનાને ધ્યાનમાં લઇ સરકારે 65 વર્ષથી વધુ વયની વ્યક્તિઓ અને 10 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને આ ચારધામની યાત્રામાં ભાગ લેવાની પરવાનગી આપી નથી. આ ઉપરાંત કોઇ પણ શ્રદ્ધાળુ ચારધામમાં મંદિરના ગર્ભગૃહ, સભામંડપ કે મુખ્ય ભાગમાં પ્રવેશી શકશે નહીં. મંદિરમાં પ્રવેશતા પહેલા હાથ-પગ ધોવાના રહેશે અને બહારથી ખરીદેલી કોઇ પણ વસ્તુ જેવી પ્રસાદસ હાર-ફુલ વગેરે મંદિરની અંદર લઇ જવા પર પ્રતિબંધ રહેશે. કોરોનાના નિયમોને ધ્યાનમાં રાખી ભગવાનની મૂર્તિને સ્પર્શ કરવાની પરવાનગી અપાશે નહીં.

CHARDHAM-YATRA-960x640.jpg

Spread the love
Right Click Disabled!