સરકાર જ ચાઈના ઉપર નિર્ભર : પ્રાથમિક શાળાના આચર્યોને ચાઈનાના ટેબ્લેટ આપ્યાં

સરડોઈ : ચીન સરહદે ભારતીય સૈનિકો ને મોતને ઘાટ ઉતારવા ની ઘટના બાદ દેશભરમાં ચાઈના બનાવટ નો વિરોધ શરૂ થયો છે ત્યારે ગુજરાત સરકાર જ ચાઈના ઉપર નિર્ભર હોય તેમ ગત રોજ ઉત્તર ગુજરાત ની પ્રાથમિક શાળાઓમાં ઓનલાઈન કામગીરી માટે આચર્યોને ચાઈના બનાવટના ટેબ્લેટ આપતાં વિવાદ થવાની સભવાના છે. સરકાર એક તરફ આત્મ નિર્ભર થવાની વાતો સાથે ચાઈનાની ચીજ વસ્તુઓનો બહિષ્કાર કરવા વાતો કરી ચાઈનીઝ એપ્લિકેશન ઉપર રોક લગાવી રહી છે તો બીજી તરફ શાળાઓના આચર્યોને મેડ ઈન ચાઈનાના ટેબ્લેટ વિતરણ કરતાં આશ્ચર્ય જન્મ્યું છે. ચાઈના સરહદ મુદ્દે વિપક્ષ દ્વારા સરકારને ઘેરવાના પ્રયત્નો થઈ રહ્યા છે તેવા સમયે ચાઈના બનાવટનો મુદ્દો આગામી સમય સરકારની મુશ્કેલી વધારે તેવું જણાઈ રહ્યું છે.

દિનેશ નાયક

Spread the love
Right Click Disabled!