ચંદ્ર પર જીવસૃષ્ટિ એક હકીકત..!

ચંદ્ર પર જીવસૃષ્ટિ એક હકીકત..!

સમયના આરંભથી અત્યાર સુધીની માનવજાતની ઉત્ક્રાંતિ તેમજ વિકાસયાત્રા દરમ્યાન, માનવીએ બ્રહ્માંડ તેમજ અંતરિક્ષ વિષે ઘણી માહિતીઓ મેળવી છે. પરંતુ આજ સુધી સ્પેટીયલ એનર્જી એટલે કે અંતરિક્ષની એનર્જીના સંદર્ભમાં કોઈ ચર્ચા વાંચવા કે સાંભળવામાં આવી નથી. અને જયારે કોઈ વ્યક્તિ આવા સમકાલીન વિષય ઉપર વર્ષોથી સંશોધન કરતા હોય ત્યારે એનું પરિણામ જ તેઓના પરિશ્રમનો પુરાવો આપતો હોય છે. અને જયારે એ આગાહીનો મૂળભૂત હેતુ દેશ કલ્યાણ હોય ત્યારે એમની મેહનત તથા મનોબળમાં કોઈ કચાસ હોતી નથી. તેથી જયારે આવી કોઈ વિશિષ્ટ આગાહીનો આધારભૂત વિષય અંતરિક્ષની એનર્જી હોય, જે લોકો માટે નવીન જાણકારી છે ત્યારે કોઈની પણ જિજ્ઞાસા એવા વિષયમાં માહિતી મેળવવા ડોકિયું કરતી હોય છે.

આવી જ એક અચંભિત કરી દેનારી આગાહી ગુજરાતનાં મેહસાણા જિલ્લાના અમરીશ કુમારે કરી છે. એમના દ્વારા કરવામાં આવેલ આ આગાહી જે વિષય પર નિર્ભર છે એ વિષય પણ લોકોની જાણ તેમજ સમજની બહાર છે, કેમકે આ વિષય પર આનાથી પૂર્વ કોઈ ટિપ્પણી કે માહિતી કોઈના દ્વારા અપાઈ નથી. તેથી જોવા જઈએ તો અમરીશ કુમારને આ સ્પેટીયલ એનર્જી વિષયના જન્મદાતા કહી શકાય. આ જ્ઞાનનું અજ્ઞાત હોવાનું કારણ જો તમે પૂછો, તો એનું લોકોથી અપરિચિત હોવાનું કારણ એ છે કે આ જ્ઞાન કોઈ પણ પુસ્તક રૂપી માધ્યમમાં કેદ નથી. આ એક વિશિષ્ટ ગુરુગમ્ય જ્ઞાનની સાથે અમરીશ કુમારે કરેલા એમના ૨૫ વર્ષોના નવીન સંશોધનો તેમજ તેમના અથાક, અત્યંત ઊંડાઈપૂર્વક કરેલા અધ્યયનનો સમન્વય છે.

આ એક એવું રહસ્ય છે જેનો ખુલાસો અમરીશ કુમારે એમના અભ્યાસ તેમજ સંશોધનની અનેકો વાર પુષ્ટિ કર્યા પછી જ કર્યો છે. એમના દ્વારા કરાયેલ આ આગાહીની નવીનતા અને સૂક્ષ્મતાઓ તમને આ આગાહીને માન્યતા આપવા માટે મજબૂર કરી દેશે. અમરીશકુમારે તા-૬/૦૬/૨૦ ના રોજ તેઓની ભૂતપૂર્વ આગાહી વિષે એક ન્યૂઝ ઇન્ટરવ્યૂમાં જ આ ચંદ્ર ઉપર જીવસૃષ્ટિ હોવાના તેઓના સંશોધન વિષે જણાવી દીધું હતું. આ સંશોધન તેઓએ લગભગ ૧ વર્ષ પહેલા જ કરી નાખ્યું હતું અને જાણે બધા જ સંયોગો એમની આ આગાહીને હકીકતમાં તબદીલ કરવા કાર્યરત હોય તેમ તા-૧૬/૦૬/૨૦ ના રોજ નાશાના વૈજ્ઞાનિકોએ એવું જણાવ્યું કે તેમની ધારણા પ્રમાણે આખા બ્રહ્માંડમાં ૩૬ એવી જીવસૃષ્ટિઓ છે જે વિષે હજું વૈજ્ઞાનિકો કોઈ વધુ માહિતી ખોળી શક્યા નથી. તો જે સંશોધન કરવામાં આખી દુનિયાના વૈજ્ઞાનિકો હજું મથી રહ્યા છે એવું મહાન સંશોધન ભારતના અમરીશકુમારે કરી નાખ્યું છે.

આ આગાહી બ્રહ્માંડવિજ્ઞાનમાં અત્યંત મહત્વનો ગ્રહ કહેવાતા ચંદ્ર વિષે છે. એ જ ચંદ્ર જે આપણી પૃથ્વીથી સૌથી નજીકનો ઉપગ્રહ કહેવાય છે. ચંદ્ર પૃથ્વીની જીવસૃષ્ટિ માટે કેટલો અગત્ય ગ્રહ છે એ તો આપણે જાણીયે જ છે પણ શું તમે આ પૃથ્વીલોકની જીવસૃષ્ટિ માટે મહત્વની ભૂમિકા ધરાવતા ચંદ્ર ઉપર જીવસૃષ્ટિ હોવાની કલ્પના કરી છે? જો આ કલ્પના તમે કરી હશે, તો હવે તમારે એ કલ્પનાને માત્ર ફિકશનલ બૂક્સ કે ફિલ્મો પૂરતી સીમિત રાખ્યા વગર, તમારી આ અદ્દભૂત કલ્પનાને અમરીશકુમાર જેવા સંશોધકે આધાર આપ્યો છે. એમના ગહન અભ્યાસ અને સંશોધન દ્વારા તેઓ ચંદ્ર ઉપર જીવસૃષ્ટિ હોવાનો દાવો કરી રહ્યા છે.

અનેકો વૈજ્ઞાનિકો તથા ખગોળશાસ્ત્રીઓએ ચંદ્ર વિષે અનેકો ખોજ કરી છે તેમજ અનેકો આંકલાનો આપણી સમક્ષ પ્રસ્તુત કર્યા છે જેમાંથી કોઈ પણ ખોજ ચંદ્ર ઉપર જીવસૃષ્ટિ હોવાનો દાવો નથી કરી શકી, જે અમરીશકુમારે એમના અનોખા વિષયના અભ્યાસની મદદથી કરી બતાવ્યું છે. આ આગાહી કોઈ વૈજ્ઞાનિક કે ખગોળશાસ્ત્રીએ નહી પરંતુ સ્પેટીઅલ એનર્જીના પ્રખર સંશોધકે કરી છે. જો એમનો આ વિષય આટલો વિશિષ્ટ છે તો તેની ક્રિયાવિધિ તેમજ સંશોધનો તો કેવા નૂતન તેમજ સીંપીમાં છુપાયેલા મોતી જેવા અલૌકિક હશે કે જે સૌની જિજ્ઞાસાને જાગૃત કરી સૌના મગજને દોડાવતા કરી દેનારા હશે.

એમની ધારણા પ્રમાણે ચંદ્ર ઉપર જીવસૃષ્ટિ ત્યારથી હયાત છે કે જ્યારથી પૃથ્વી ઉપર જીવસૃષ્ટિનું અસ્તિત્વ છે. ચંદ્રના સરફેસ એટલે કે ધરાતલ પર સમયાંતરે અનેક સૂક્ષ્મ બદલાવો આવ્યા છે કે જે માનવદ્રષ્ટિની શક્તિઓથી બહાર છે. કદાચ આ બદલાવો જ ચંદ્ર ઉપર જીવન હોવાના સંકેત હશે! એમની આ ધારણા, આ અલૌકિક જીવસૃષ્ટિ અંગેની માહિતીઓના સમુદ્રમાં ગોતા ખાતી અનેક બાબતોનો ઉલ્લેખ કરે છે. આ ચંદ્રના જીવો મનુષ્ય જેવો આકાર ધરાવે છે પરંતુ મનુષ્ય જેવું સ્વરૂપ નહી ત્યાં સુધીની ઊંડી માહિતી અમરિશ કુમારે આપી છે. એમની સ્ટડી એ પણ દર્શાવે છે કે આ જુવસૃષ્ટિ માત્ર વાતાવરણ એટલે કે વાયુ પર જ ટકેલ છે અને વાયુ જ એમના જીવનનો આધાર છે.

આ વિવરણ આપણને એ વિચારવા પર વિવશ કરી દે છે, કે ચંદ્રનું વાતાવરણ કોઈક તો એવી અનોખી અને દૈવી શક્તિ જેવી તાકાત ધરાવે છે કે જે આ જીવસૃષ્ટિના પોષણ માટે પર્યાપ્ત છે. જે પૃથ્વીના વાતાવરણથી ભિન્ન તેમજ વિશિષ્ટ છે. આ સંશોધનમાં ઊંડા ઉતારતા તેઓએ એવો પણ ઉલ્લેખ કર્યો છે કે આ જીવોની વિશિષ્ટતા એ છે કે તેઓ ગમન આગમનમાં અત્યંત ઝડપી હોય છે અને તેમની આ ગતિનો વેગ એવો તીવ્ર હોય છે કે જેને સરખાવવા માટે કોઈ ઉચિત માપદંડો જડતા નથી. માત્ર એટલું જ નહી પરંતુ અમરીશકુમારના સૂક્ષ્મ વિવરણ પ્રમાણે આ જીવો એક ચંદ્ર ઉપરથી બીજા ચંદ્ર ઉપર પણ ગમન-આગમન કરી શકે છે. તદુપરાંત આ અલૌકિક જીવ પૃથ્વીલોકની જીવસૃષ્ટિ તેમજ જીવનશૈલીથી અત્યંત આકર્ષિત છે તેમજ તેઓ મનુષ્યો જેવું આચરણ પણ કરવાની ઈચ્છા ધરાવે છે અને તેમ છતાં આ જીવોની ઉત્ક્રાંતિ તેમજ તેમના વિકાસના સંદર્ભમાં કશું ઠોસ રૂપથી કેહવું મુશ્કિલ છે.

આ બધી માહિતીઓથી પણ વિશેષ વાત એ છે કે ચંદ્ર ઉપરની આ જીવસૃષ્ટિ હંમેશા તત્વજ્ઞાન તરફ અગ્રેસર હોય છે તેમજ તેમનું તત્વજ્ઞાન ઘણા વિકસિત સ્તર ઉપર છે. કદાચ તેમનું આ તત્વજ્ઞાન પ્રત્યેનું આકર્ષણ જ તેમને પૃથ્વી તરફ ખેચતું હોય! પરંતુ હજું આપણે એ તથ્યથી વંચિત છીએ કે પૃથ્વીનું વાતાવરણ તેમને અનુકૂળ તથા તેમને જીવંત રાખવા માટે અનુકૂળ છે પણ કે નહી! પ્રસ્તુત આગાહીની સૂક્ષ્મતાઓ દર્શાવે છે કે આ આગાહી પાછળ કેવો ઊંડો તથા ગંભીર અભ્યાસ હશે તેમજ તેની સક્ષમતા કેટલા ઊંચા સ્તર પર હશે- એનું પ્રત્યક્ષ ઉદાહરણ અમરીશકુમાર છે- જેઓએ એક સામાન્ય લાગતા વ્યક્તિ થઈને આવી અસામાન્ય ખોજ કરી સૌને અચંભામાં મૂકી દીધા.

એક ભારતીય તરીકે આપણા માટે આ ખૂબ જ ગર્વની વાત છે કે આવા વિશિષ્ટ જ્ઞાનના ઉમદા જાણકાર વિશ્વમાં બીજે ક્યાંય નહી પરંતુ આપણા ભારત દેશમાં છે. ભારતમાં બધાય જ્ઞાનનો ભંડાર છે તેમજ બધાય જ્ઞાનનો સ્ત્રોત ભારત દેશ છે, એ પરંપરા અને તથ્યને ફળીભૂત કરવમાં એક ચરણ અમરીશકુમારનું પણ છે અને એ હંમેશા કાયમ રહેશે એવો વિશ્વાસ તેઓએ દર્શાવ્યો છે. જો આ આગાહીના વિવરણને મહત્વ આપી, ભારતીય વૈજ્ઞાનિકો આ શોધના પૂરાવાઓ મેળવવામાં સફળ રહે તો આ દેશને મહાસત્તા બનવાથી દુનિયાની કોઈ તાકાત રોકી ન શકે. અમરીશકુમાર એમના ભારતને મહાસત્તા બનાવવાના એકમાત્ર લક્ષની સફળતા માટે કેટલાય સંશોધનો કરતા ગયા અને એમની આ સંશોધનની લાંબી યાત્રાએ તેઓને ચંદ્ર વિશેની આવી અકલ્પનીય આગાહી સુધી પોંહચાડી દીધા.

આવી મહાન વ્યત્કિઓના આવા મહાન જ્ઞાનથી આ દેશ ફરી એક વાર ‘સોનાની ચીડિયા’ બની જશે એમાં કોઈ શંકા નથી. માત્ર જરૂર છે તો આવા વ્યક્તિના આવા જ્ઞાનની શક્તિને ઓળખી તેના સદુપયોગમાં સહકાર આપવાની. ચંદ્ર વિષેની આજ સુધીની કોઈ પણ ખોજ કે આંકલન ચંદ્ર ઉપર જીવસૃષ્ટિ છે કે નહી એ નિર્ણયાત્મક રૂપે દર્શાવવામાં અસમર્થ રહ્યા છે. કોઈ પણ નિર્ણયાત્મક માહિતીની સફળતા મળવામાં હજું પ્રતિક્ષા છે. પરંતુ અમરીશકુમારે કરેલા આ સરાહનીય પ્રયાસનું કારણ, ચંદ્ર પર જીવસૃષ્ટિ હોવાના તથ્ય તેમજ માહિતીઓ પર રોશની નાખી સૌને એક સંભાવના કે કલ્પના લાગતી બાબત ખરેખર એક હકીકત છે એવી સભાનતાને જાગૃત કરવાનું છે.

રિપોર્ટ : વિવેક પટેલ (દ્વારકા)

Spread the love
Right Click Disabled!