ધનસુરા પોલીસે કીડી પાસેથી દારૂ ઝડપી પાડ્યો

ધનસુરા પોલીસે કીડી પાસેથી દારૂ ઝડપી પાડ્યો
Spread the love

ધનસુરા પી.એસ.આઈ પી.ડી.રાઠોડ ના માર્ગદર્શન હેઠળ ધનસુરા પોલીસ એ કીડી ગામ ની સીમ પાસે દારૂની હેરાફેરી કરતા બે વ્યક્તિઓ ને પકડી પાડ્યા હતા.તેમની પાસે થી 5,32,975 રૂપિયા નો મુદ્દામાલ પણ પકડી પાડ્યો હતો.ધનસુરા પી.એસ.આઈ ના માર્ગદર્શન હેઠળ ધનસુરા પોલીસ એ ચાર દિવસ માં 3 કિસ્સાઓમાં 6 થી વધુ બુટલેગરો ને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે.આ અગાઉ ધનસુરા પોલીસે ધનસુરા પી.એસ.આઈ પી.ડી.રાઠોડ ના માર્ગદર્શન હેઠળ આમોદરા પાસે બે બુટલેગરો અને રહિયોલ પાસે બે બુટલેગરો ને ઝડપી પાડ્યા હતા.ધનસુરા પોલીસ એ પેટ્રોલિંગ માં હતા.

દરમિયાન બાતમી ના આધારે કીડી ગામ ની સીમ પાસે વગર પરમીટે પોતાનિ કબ્જા ની GJ-9-AG-1124 નંબર ની કાર માં પરપ્રાંતના વિદેશી દારૂ ની બોટલો 598 નંગ જેની કિંમત 1,27,975 સાથે બે આરોપીઓની ધરપકડ કરી હતી. (1) સુરેશસિંહ મહેન્દ્રસિંહ ઝાલા તથા(2) રવિન્દ્રસિંહ નવલસિંહ ઝાલા રહે-સવાપુર તાલુકો-તલોદ જિલ્લો-સાબરકાંઠા ને 5,32,975 ના મુદ્દામાલ સાથે પકડી પાડ્યા હતા.અને ધનસુરા પી.એસ.આઈ એ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

મનોજ રાવલ (ધનસુરા)

Screenshot_20200701_191728.jpg

Manoj Raval

Manoj Raval

Right Click Disabled!