બુટાલના દિવ્યાંગ અને સામાજિક કાર્યકરનું જિલ્લા સમાજ સુરક્ષા દ્વારા સન્માન
બુટાલના દિવ્યાંગ અને સામાજિક કાર્યકર વિનોદચંદ્ર બી. પટેલનું જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી ધ્વારા સન્માન પત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના બુટાલ ગામના વતની અને અરવલ્લી ફિઝીકલી હેન્ડીકેપ્ડ વેલ્ફર મંડળના વિનોદચંદ્ર બી.પટેલનું કોરોનામાં 90 ટકા દિવ્યાંગ હોવા છતાં જિલ્લાના દિવ્યાંગભાઈ બહેનો કે જેઓ સહાયની જરૂરિયાત વાળા છે. અંધજન મંડળ વસ્ત્રાપુર તથા વી.એચ.પી.ના કાર્યકર રજનીભાઈ વડાગામના સહયોગથી ધનસુરા તાલુકાના બુટાલ, વડાગામ, જામઠા, દોલપુર વગેરે ગામડાઓમાં વિનોદચંદ્ર બી. પટેલ ધ્વારા રાશનકીટ તેમજ મેડીકલ સહાય વગેરેની સહાય કરવામાં આવી હતી.
45 ડીગ્રી ગરમીમાં પણ દિવ્યાંગ હોવા છતાં કોરોના માં સારી કામગિરી કરેલ છે.તે બદલ અરવલ્લી સમાજ સુરક્ષા અધિકારી ધ્વારા તેઓને અભિનંદન આપવામાં આવ્યા હતા તેમજ સન્માન પત્ર થી સન્માન કરવામાં આવ્યું હતું. જેને લઈ ને દિવ્યાંગ અને સામાજિક કાર્યકર પુષ્પાબેન પટેલ અને અન્ય અગ્રણીઓ ધ્વારા તેમને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
મનોજ રાવલ (ધનસુરા)