કોવિડ-૧૯ના નિયમોનું પાલન ન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરાવતા જિલ્લા કલેક્ટાર આર.આર.રાવલ
- આરટીઓ અને પોલીસનું સઘન ચેકિંગ : રૂા. ૩૭૯૭૦૦ નો દંડ વસુલાયો
વલસાડ
કોરોના વાઇરસના વધતા જતા સંક્રમણને ધ્યા ને રાખી વલસાડ કલેક્ટ ર શ્રી આર.આર.રાવલે જિલ્લાના અધિકારીઓની તાકીદની બેઠકમાં આપેલી કડક કાર્યવાહીની સૂચના મુજબ તમામ વિભાગોને ફિલ્ડધમાં દોડાવી સપાટો બોલાવ્યો હતો. જેમાં પોલીસ વિભાગ દ્વારા ૧૮૮ના ભંગના ગુના બદલ ૫૩ કેસો, મોટર વ્હીરકલ એક્ટમ-૨૦૭ મુજબ ચાર વાહન જપ્તવ જ્યા રે ૧૮૬૧ દંડિત વ્યિક્તિનઓ પાસેથી રૂા.૩,૭૨,૨૦૦નો દંડ તથા આર.ટીઓ. વિભાગ દ્વારા ૨૯ કેસોમાં ૭૫૦૦ રૂપિયાનો દંડ વસુલવામાં આવ્યોહ છે. ઔદ્યોગિક વિસ્તા્રોમાં પાંચ કંપનીઓમાં ૩૨૧ વર્કરોની તપાસ કરવામાં આવી હતી. આવતીકાલથી આ કાર્યવાહી ખુબ જ સઘન કરવામાં આવશે.
જિલ્લામાં કે ઔદ્યોગિક વિસ્તાવરોમાં આવન-જાવન કરતા ટુ, થ્રી, ફોર વ્હીસલર વાહનો કે પેસેન્જવર બસોમાં કોવિડ-૧૯ની ગાઇડલાઇન કરતા વધુ પેસેન્જ રો બેસાડવામાં આવશે, તો આર.ટી.ઓ. અને પોલીસ વિભાગ દ્વારા કડક ચેકિંગ હાથ ધરી પરમીટ રદ કરવા સુધીની કાર્યવાહી કરાશે. આ ઉપરાંત માસ્કટ વિના ફરતા તેમજ બિનજરૂરી લોકો ટોળે વળશે તો પણ પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરાશે, તેની જાહેર જનતાને નોંધ લેવા વિનંતી છે.