મહેસાણા LCB PI નો હવાલો વારંવાર ચેન્જ, PI કાયમી નહીં

મહેસાણા LCB PI નો હવાલો વારંવાર ચેન્જ, PI કાયમી નહીં
Spread the love

કોરોના મહામારી વચ્ચે મહેસાણામાં ૭ પીઆઇ અને ૪ પીએસઆઇની આંતરિક બદલી કરવામાં આવી છે તો છેલ્લા બે મહિનામાં બીજી વખત LCB પીઆઈનો બદલાતા અનેક તર્ક વિતર્ક સર્જાયા હતા LCB પીઆઇનો હવાલો વારંવાર ટૂંક સમયમાં તે થતો આવ્યો છે ગઇકાલે થયેલી બદલી છતાં કાયમી પોસ્ટીંગ ન હોવાનું સામે આવ્યું છે ઉંઝા પીઆઇને LCB પીઆઇની જવાબદારી આપી છતાં તદ્દન હંગામી હોવાનો ઉલ્લેખ થયો છે બદલીની વિગતો જાણી પોલીસ આલમમાં ચર્ચા જાગી છે.

મહેસાણા જિલ્લા પોલીસ અધિક્ષકે ગઈકાલે પીઆઈ અને પીએસઆઈની બદલીના હુકમ કર્યા છે જેમાં LCB પીઆઈ પી.એ પરમારને LIB મા,હિજાબ પીઆઇ બી.એસ રાઠોડને LCB મા,બીએમ પટેલને બી ડિવિઝન મહેસાણાથી SOG મહેસાણા મા,એસ.એન રામાણીની સાંથલ થી બી.ડી મહેસાણા,એસબી મોડીયાને LIB મહેસાણાની બેચરાજી,પી.કે પ્રજાપતિને વિસનગરથી કડી અને જી.એસ પટેલને બેચરાજીથી વિસનગર શહેરમાં મુકાયા છે.

વધુમાં મહેસાણા જિલ્લા પોલીસ વડાએ ચાર પીએસઆઇની પણ બદલીના આદેશ કર્યા છે જેમાં વી.એન રાઠોડને SOG માંથી સતલાસણામાં,એ.એમ વાળાને કડીથી SOG માં,એમ.જી ચૌહાણને SOG માંથી ઊંઝા (ઇન્ચાર્જ) અને આર.આઈ પરમારને પોલીસ કંટ્રોલ રૂમ મહેસાણામાંથી કડીમાં મુકાયા છે નોંધનીય છે કે કડી ના દારૂકાંડ બાદ LCB.PI એસ.એસ નિનામાની બદલી થતાં તેમના સ્થાને પી.એ પરમારને મુકાયા હતા જો કે ફરી LCB મા હંગામી નિમણૂંક થતાં ફરી પીઆઇ બદલાય તો નવાઈ નહીં.

રિપોર્ટ – ધવલ ગજ્જર (કડી)

IMG-20200703-WA0001.jpg

Admin

Dhaval Gajjar

9909969099
Right Click Disabled!