વિસનગર : ઉદલપુર ગામે મહિલાની છેડતી બાબતે ઠપકો આપતા અદાવત રાખતા યુવકે 60 વર્ષીય વૃદ્ધ સસરાની હત્યા કરી..!
- વિસનગર તાલુકાના ઉદલપુર ગામે મહિલાની છેડતી બાબતે સસરાએ ગામના જ યુવકને ઠપકો આપતા અદાવત રાખતા યુવકે 60 વર્ષીય વૃદ્ધ સસરાની હત્યા કરી ઢીમ ઢાળી દીધું..!
જર જમીન અને જોરું ત્રણે કજીયાના છોરું કહેવામાં આવે છે ત્યાં એક મહિલાની છેડતી મામલે વિસનગર તાલુકાના ઉદલપુર ગામે રહેતા ઠાકોર પરિવારમાં 60 વર્ષીય વૃદ્ધએ જીવ ગુમાવ્યો છે , ઉદલપુર ગામે ઉમેદજી ઠાકોર નામના શકશ દ્વારા ઠાકોર રામાજી ના પુત્રવધૂને અવારનવાર હેરાન પરેશાન કરી છેડતી કરવામાં આવતી હતી ત્યારે પુત્રવધુ ની છેડતી થતી હોવાની બાબત જાણી સસરા દ્વારા છેડતી કરનાર લંપટને ઠપકો આપવામાં આવ્યો હતો જોકે ઠપકો આપ્યાની અદાવત રાખતા લંપટ યુવકે અઠવાડિયા બાદ વૃદ્ધ પોતાના ખેતરમાં કામ કરી રહયા હતા.
તે સમયે પહોંચી જગડો કર્યો હતો અડવાતના આવશેમાં આવી ગયેલ યુવકે વૃદ્ધના છાતી પર બેસી જઈ હાથ વડે મુક્કા મારી વૃદ્ધનો દમ તોડ્યો હતો ત્યારે ગ્રામલોકોએ સમગ્ર ઘટનની જાણ વિસનગર તાલુકા પોલીસને કરતા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ કરી મૃતદેહનું પીએમ કરાવતા આરોપી ઉમેદજી ઠાકોર સામે હત્યાનો ગુન્હો નોંધી ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડી બનાવ અંગે વધુ તપાસ હાથ ધરતા FSL ટિમ સહિતની મદદગારી લઈ હત્યાના સનયોગીક પુરાવા એકત્ર કરવાની કામગીરી હાથ ધરી છે/