અમદાવાદમાં મહિલા ક્રાઈમ PSI, દુષ્કર્મનાં આરોપી પાસેથી અધધ 35 લાખ રૂપિયા પડાવ્યા

અમદાવાદમાં મહિલા ક્રાઈમ PSI, દુષ્કર્મનાં આરોપી પાસેથી અધધ 35 લાખ રૂપિયા પડાવ્યા
Spread the love

અમદાવાદમાં મહિલા ક્રાઈમના પીએસઆઈ સામે પૈસા પડાવવાની અરજી થતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. શહેરના પશ્ચિમ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા PSI શ્વેતા જાડેજા સામે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં ખંડણીની ફરિયાદ નોંધાઇ છે. મહિલા PSIએ બળાત્કાર કેસના આરોપી પાસેથી 35 લાખ રૂપિયાની માંગ કરી હતી. મહિલા PSIની આ લાંચ મામલે ક્રાઈમ બ્રાન્ચમાં અરજી થઈ હતી. જેની તપાસ બાદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ગુનો નોંધયો છે. મહિલા PSI સામેના ગુનાની તપાસ અમદાવાદ SOGને સોંપવામાં આવી છે SOGએ PSI જાડેજાની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસ તપાસમાં રૂપિયા 20 લાખ મેળવ્યા હોવાનું સામે આવ્યું છે. અમદાવાદમાં રેપ કેસના આરોપી GSP ક્રોપ કંપનીના MD કેનલ શાહે પશ્ચિમ મહિલા પોલીસ સ્ટેશનના PSI શ્વેતા જાડેજા 35 લાખ રૂપિયાની માંગણી કર્યાની ફરિયાદ ક્રાઈમ બ્રાન્ચમાં નોંધાવી હતી. GSP ક્રોપ સાયન્સ પ્રાઈવેટ લિમિટેડ કંપનીના એમડી કેનાલ શાહ વિરુદ્ધ 2017માં મહિલા કર્મચારીએ બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. દરમિયાન આ કેસમાં કેનાલ શાહ વિરુદ્ધ સાક્ષીને ધમકી આપવાની બીજી ફરિયાદ સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી.

રેપ કેસ બાદ સાક્ષીને ધમકી આપવાની બીજી ફરિયાદ કેનલ શાહ વિરુદ્ધ નોંધાઈ બાદમાં કેનલ શાહએ લેખિત અરજી આપી રજુઆત કરી હતી કે, પશ્ચિમ મહિલા પોલીસ સ્ટેશનના પીઆઈનો ચાર્જ ધરાવતા પીએસઆઈ શ્વેતા જાડેજા પાસે તેઓ વિરુદ્ધ થયેલા બળાત્કારના કેસની તપાસ છે પીએસઆઈ જાડેજાએ તેઓ પાસે રૂપિયા 35 લાખની માગણી કરી જે મુજબ તેઓએ અમુક ચૂકવી છે. જો પૈસા ના આપું તો બે કેસ થયા હોવાથી પીએસઆઈ જાડેજાએ કેનલ શાહને પાસા હેઠળ જેલમાં પુરવાની ધમકી આપી હતી.

અરજી મળ્યા બાદ ક્રાઈમ બ્રાન્ચે આ મામલે મહિલા પીએસઆઈ વિરુદ્ધ તપાસ શરૂ કરી હતી. અને તપાસમાં 20 લાખ રૂપિયા મેળવ્યા હોવાનું સામે આવ્યું હતું. જે બાદ SOGએ મહિલા પીએસઆઈ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ક્રાઇમબ્રાન્ચના સ્પેશયલ પોલીસ કમિશનર અજય તોમરે જણાવ્યું હતું કે, પીઆઈનો ચાર્જ ધરાવતા પીએસઆઈ શ્વેતા જાડેજાએ રેપ કેસની તપાસમાં અરજદારને પાસા હેઠળ પુરી દેવાનું જણાવી 35 લાખ રૂપિયાની માગણી કર્યાની અરજી મળી હતી. જે અંગે તપાસમાં પુરાવા મળતાં પીએસઆઈ શ્વેતા જાડેજા વિરુદ્ધ ગુનો નોંધી હાલમાં તેઓની પૂછપરછ ચાલી રહી છે.

IMG-20200704-WA0001.jpg

Admin

Dhaval Gajjar

9909969099
Right Click Disabled!