દાહોદ જિલ્લા ભાજપમાં ઓડિયો વાયરલ થતા ખળભળાટ
દાહોદ જિલ્લામા ભાજપના એસ.સી.મોરચાના મહામંત્રી અને જિલ્લા ભાજપ મહામંત્રી વચ્ચે બોલાચાલીનો ઓડિયો ક્લીપ વાયરલ થઇ હતી. દાહોદ જિલ્લા બીજેપીના મહામંત્રી દિપેશ લાલપુરવાલા અને દાહોદ ભાજપના એસ.સી.મોરચાના મહામંત્રી સુરેશ ચૌહાણનો ઓડિયો વાયરલ થયો હતો.
ત્યારબાદ જિલ્લા ભાજપમાં ખળભળાટ જોવા મળ્યો હતો. આ ઓડિયોમાં દાહોદ એસ.સી. મોરચાના મહામંત્રીએ અન્ય સમાજની દિકરીને હોસ્ટેલમાં એડમીશન માટે જીલ્લા ભાજપના મહામંત્રી દિપેશ લાલપુરવાલાને ભલામણ માટે ફોન કર્યો હતો.
અવિરલે એના હોઠ પર પોતાના હોઠ મૂકી દીધા અને તે પણ એને લપેટાઈ ગઈ
એસ.સી.મોરચાના મહામંત્રી દીપેશભાઈએ તેમની સાથે ઉગ્ર રીતે વાત કરી હોવાનો આરોપ લગાવ્યો હતો. મહામંત્રી સુરેશ ચૌહાણ જીલ્લા ભાજપના હોદ્દેદારો દ્વારા મોરચાના હોદ્દેદારોની હરહમેંશ અવગણના કરે છે. તેવા આક્ષેપો કાર્ય હતા. વાત ઉગ્ર બનતા એસ.સી. મોરચાના મહામંત્રી સુરેશ ચૌહાણે રાજીનામાની ચીમકી આપી હતી. જો કે અન્ય કાર્યકર્તા સાથે બેઠક કરી સમજાવટ બાદ મામલો થાળે પડ્યો હતો.