વલસાડ જિલ્લામાં કોવિડ-૧૯ ના જાહેરનામા ભંગ બદલ કડક કાર્યવાહી હાથ ધરી રૂા. ૨.૮૪ લાખનો દંડ વસુલાયો

Spread the love

વલસાડ
વલસાડ કલેક્ટાર આર.આર.રાવલે કોરોના વાઇરસના સંક્રમણને જિલ્લામાં વધુ ફેલાતું અટકાવવા કેન્દ્રબ અને રાજ્યય સરકારની માગદર્શિકા અનુસાર વિવિધ અમલીકરણ અધિકારીઓને કડક કાર્યવાહી કરવાની આપેલી સૂચના અનુસાર જિલ્લામાં વિવિધ સ્થવળોએ કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યુંવ છે.

જે અંતર્ગત જિલ્લામાં કોવિડ-૧૯ અંતર્ગત જાહેરનામા ભંગ બદલ વિવિધ વિસ્તાિરોમાં તા.૪/૭/૨૦ના રોજ હાથ ધરાયેલા સઘન ચેકિંગ દરમિયાન માસ્‍ક ન પહેરવા, જાહેરમાં થૂંકવા, સોશિયલ ડિસ્ટતન્સિંીગ ન જાળવવા, સેનેટાઇઝર ન રાખવા વગેરે બાબતો માટે ૧૩૬૪ કેસોમાં કુલ રૂા.૨,૮૪,૦૦૦/-ની રકમનો દંડ વસુલ કરાયો છે.

જે પૈકી નગરપાલિકાઓ દ્વારા ૪૧ કેસોમાં રૂા.૮૨૦૦/-, જિલ્લા પંચાયત દ્વારા રૂા.૧૧,૨૦૦/- અને જિલ્લા પોલીસ વિભાગ દ્વારા ૧૩૨૩ કેસોમાં રૂા. ૨,૬૪,૬૦૦/-નો દંડ વસુલ કરાયો છે.

વલસાડ કલેક્ટ૧ર આર.આર.રાવલે જણાવ્યું છે કે, કોરોના સંક્રમણને અટકાવવા જિલ્લા વહીવટીતંત્ર સજાગ છે, ત્યાોરે જિલ્લાના પ્રજાજનો, ઔદ્યોગિક એકમો, દુકાનદારો, વાહનચાલકો પોતાનો સહયોગ આપે તે જરૂરી છે. તેમણે કોરોના જેવી મહામારી સામે રક્ષણ મેળવવા કેન્દ્રગ-રાજ્યદ સરકારની માર્ગદર્શિકા મુજબના નિયમોનું ચુસ્તતપણે પાલન કરવા ભારપૂર્વક અનુરોધ કર્યો છે. દુકાનદારો અને ઔદ્યોગિક એકમો કોવિડ-૧૯ અંગેની માર્ગદર્શિકાનું યોગ્યય રીતે પાલન નહીં કરે તો તેઓને નોટિસ આપી સીલ કરવાની કાર્યવાહી પણ હાથ ધરાશે તેમ પણ જણાવ્યુંો છે.

Admin

Admin

9909969099
Right Click Disabled!