અંબાજી ખાતે B C A કોલેજમાં ફીમાં ધરખમ ઘટાડો

અંબાજી ખાતે B C A કોલેજમાં ફીમાં ધરખમ ઘટાડો
Spread the love

હાલ તબક્કે લોકકડાઉનને લઈ અનેકે શેક્ષણિક સંસ્થાઓ બંધ છે ને ક્યાક ઓનલાઇન શિક્ષણ અપાઈ રહ્યું છે ત્યારે કેટલીક સંસ્થાઓમાં ફીસનું ધોરણ પણ ઉંચુ કરી દેવાતા વિદ્યાર્થીઓ પણ દ્વિધામાં મુકાયા છે ત્યારે યાત્રાધામ અંબાજી ખાતે B C A કોલેજમાં ફીનો દર ઘટાડી ને 50 ટકા કરી દેવાયો છે એટલુંજ નહીં અંબાજીની આ BCA કોલેજમાં બહાર ગામના જે વિદ્યાર્થી એડમિશન લેવા ઇચ્છુક હશે તેને માત્ર 51 રૂપિયાના માસિક દરે હોસ્ટેલમાં રહેવાની સુવિધા સાથે ચા નાસ્તો અને જમવાનું પણ ટોકન દર માંજ આપવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. અંબાજીની આ કોલેજ અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત છે.

ફીના દરમાં ઘટાડો કર્યા બાદ જો વધુ જરૂરિયાત પડશે તો તેની ખોટ મંદિર ટ્રસ્ટ ભોગવશે તેવી માહીતી વહીવટદાર, અને નાયબ કલેકટર(અંબાજી) BCA કોલેજ સંચાલક મંડળ ના એસ.જે ચાવડાએ આપી હતી અંબાજીની આસપાસ મહત્તમ આદિવાસી વિસ્તાર આવેલો છે અને આ આદિવાસી વિસ્તાર માં રહેતા વિદ્યાર્થીઓ કોમ્પ્યુટર નું જ્ઞાન મેળવી ડિજિટલ ઇન્ડિયા તરફ પ્રેરાય તેવા આશય થી અંબાજી મંદિર ની આ કોલેજમાં ફીના પ્રમાણમાં ધરખમ ઘટાડો કરાયો છે જ્યા રૂપિયા 10 થી 12 હજાર એક સત્રના થતા હોય છે તેના બદલે માત્ર પાંચ હજાર રુપીયા ફી ભરવાની રહેશે તેમ બી.સી.એ કોલેજના પ્રીન્સીપલ ડો.શંકરભાઈ પટેલ એ જણાવ્યુ હતુ.

મહેન્દ્ર અગ્રવાલ (અંબાજી)

84323502_2739356583014917_9055740800728505310_o.jpg

Admin

Vinod Meghani

9909969099
Right Click Disabled!