રવિવારે મહિસાગર જિલ્લામાં ૦૩ પોઝિટિવ કેસ નોંધાયા

Spread the love
  • અત્યાર સુધી જિલ્લામાં કોરોના (COVID-19) ના કુલ ૧૬૪ પોઝીટીવ કેસ નોંધાયા
  • હાલ ૨૩ દર્દીઓ સારવાર હેઠળ જિલ્લામાં અત્યાર સુધીમાં ૪૯૦૫ વ્યક્તિઓના કોરોના (COVID-19)ના રીપોર્ટ નેગેટીવ આવ્યા
  • હોમ ક્વોરોન્ટાઇલ હેઠળ ૧૪૭ વ્યક્તિઓને રાખવામાં આવ્યા

લુણાવાડા,
સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી રહેલા કોરોના વાઇરસની સામે લડવા કેન્દ્ર અને રાજય સરકારે અગમચેતીનાં સંખ્યાબંધ પગલાંઓ લીધા છે. કોરોના સામે લડવા લોકોની જાગૃતિ એટલી જ જરૂરી છે. જાગૃતિ અને સાવધાની એ જ બચાવનું શ્રેષ્ઠ માધ્યમ સાબિત થયા છે. ત્યારે જિલ્લા કલેકટર શ્રી આર. બી. બારડ અને જિલ્લા વિકાસ અધિકારી સુ.શ્રી નેહા કુમારીના સીધા માર્ગદર્શન હેઠળ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા અનેકવિધ પગલાંઓ ભરવામાં આવી રહ્યા છે.

આજે જિલ્લાના ખાનપુર તાલુકાના બડેસરા ગામના ૩૩ વર્ષીય પુરૂષ અને લુણાવાડા અર્બનના ૭૦ વર્ષીય પુરૂષ અને સંતરામપુર તાલુકાના ફળવા ગામના ૩૦ વર્ષીય પુરૂષનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. અત્યાર સુધીમાં તારીખ ૦૫-૦૭-૨૦૨૦ ના સાંજના ૬ વાગ્યા સુધીમાં જિલ્લામાં કોરોના (COVID 19)ના ૧૬૪ કેસ પોઝીટીવ નોધાયેલ છે. અત્યાર સુધીમાં કુલ કુલ ૧૩૪ દર્દીઓ સ્વસ્થ થઇને સ્વગૃહે પરત ફર્યા છે. જિલ્લામાં કોરોનાના સંક્રમણને કારણે ૨ વ્યક્તિનું મૃત્યુ થયુ છે. જયારે અન્ય કારણથી ૫ દર્દીનુ મૃત્યુ થતાં જિલ્લામાં કુલ ૦૭ મૃત્યુ નોંધાવા પામ્યા છે. અત્યાર સુધીમાં જિલ્લામાં સીઝનફલુ/કોરોનાના કુલ ૪૯૦૫ રીપોર્ટ નેગેટીવ આવ્યા છે. તેમજ જિલ્લાના ૧૪૭ વ્યક્તિઓને હોમ ક્વોરોન્ટાઇલ હેઠળ રાખવામાં આવ્યા હોવાનું મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીએ જણાવ્યું છે. જિલ્લામાં કોરોના પોઝીટીવના કારણે ૧૪ દર્દી કે. એસ. પી હોસ્પિટલ બાલાસિનોર, ૦૧ ટ્રી કલર હોસ્પિટલ વડોદરા, ૦૨ કરમસદ મેડિકલ કોલેજ આણંદ, ૩ હોમ આઈસોલેશન, ૧ બેન્કર્સ હોસ્પિટલ વડોદરા, ૧ ગોત્રી મેડીકલ કોલેજ વડોદરા અને ૧ દર્દી સિવિલ હોસ્પિટલ અમદાવાદ અને ખાતે સારવાર હેઠળ છે.

કોરોના પોઝીટીવ આવેલ ૨૩ દર્દીઓ સામાન્ય હાલતમાં છે.

Admin

Admin

9909969099
Right Click Disabled!