વાવના MLA ગેનીબેન ઠાકોર કોરોનાની ચપેટમાં
બનાસકાંઠા જિલ્લાના વાવ વિધાનસભા બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરને કોરોના પોઝિટિવ હોવાને લઇને સાથે ટીમમાં ફફડાટ પ્રસર્યો છે કોંગ્રેસના લડાયક ધારાસભ્ય તરીકે ગેનીબેન ઠાકોર ની ગણના થાય છે પક્ષની સાથે હંમેશા તેઓ ઉભા રહી વિરોધીઓને ઇટનો જવાબ પથ્થરથી કર્યા છે જેની બેનને બે દિવસથી શરદી તાવની અસર હોવાથી તેમનો કોરોના રિપોર્ટ કરાવ્યો હતો અને તે પોઝિટિવ આવ્યો હોવાનું અત્યંત નજીકના સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે ગેનીબેનને હાલ ગાંધીનગરની હોસ્પિટલમાં સારવાર લઇ અમદાવાદ હોસ્પિટલમાં જવા રવાના થયા છે.
ગેનીબેનને કારોના પોઝિટિવ આવતાં તેમના પરિવારજનો, એકદમ નજીકના કાર્યકર્તાઓ, મુલાકાતીઓ,અરજદારો સહિતના શંકાસ્પદ હાલતમાં આવ્યા છે માં ૨૦૧૭મા વાવ બેઠક પર ભાજપના શંકર ચૌધરીને હરાવીને ગેનીબેન ઠાકોર કોંગ્રેસના ધારાસભ્ય બન્યા છે બે દિવસ પહેલા તાવ, શરદીની અસર જણાતા ધારાસભ્ય દ્વારા રિપોર્ટ કરાવવામાં આવ્યો હતો જે પોઝિટિવ આવ્યો છે જોકે તબિયત હાલ સ્થિર છે ગેની બહેને જણાવ્યું હતું કે મને હજુ સુધી કોઈ રિપોર્ટ મળ્યો નથી મારો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાનું માધ્યમોના અહેવાલ છે ડોક્ટર દ્વારા રિપોર્ટ અગાઉ ચેકઅપ માટે બોલાવ્યા છે.