બરોડા ડેરી દ્વારા ૪.૪૦ લાખ લીટર દૂધ પાઉચનું વેચાણ

Spread the love
  • વડોદરા શહેર જિલ્લામાં નાગરિકોને અવિરત દૂધ અને શાકભાજીનો પૂરવઠો મળી રહ્યો છે
  • ૧૧૦૫૮ ક્વિન્ટલ શાકભાજીની આવક

વડોદરા
કોરોના સંદર્ભે ઊભી થયેલ પરિસ્થિતિમાં વડોદરા શહેર જિલ્લા માં નાગરિકોને આવશ્યક ચીજ વસ્તુઓ જેવી કે દૂધ,શાકભાજીનો પુરવઠો સરળતાથી મળી રહે તે માટે જિલ્લા પ્રશાસન દ્વારા સુદ્રઢ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.નાગરિકોને જરૂરિયાત મુજબ દૂધનો શાકભાજીનો પૂરવઠો મળી રહે તે માટે જિલ્લા પ્રશાસન દ્વારા સુચારુ આયોજન કરવામાં આવ્યું છે.
બરોડા ડેરી માં આજે ૫.૩૯ લાખ લીટર દૂધની આવક થઈ હતી.જે પૈકી ડેરી દ્વારા ૪.૪૦ લાખ લીટર દૂધના પાઉચ નું વેચાણ કરવામાં આવ્યું હતુ.ડેરી દ્વારા ૫૪ હજાર લીટર છાશ અને ૨૬૧૧ કી.ગ્રામ દહીં નું પણ વેચાણ કરવામાં આવ્યું હતું.
એ.પી.એમ.સી વડોદરા અને પાદરામાં આજે ૭૬૪ ક્વિન્ટલ બટાકા, ૧૮૩૦ ક્વિન્ટલ ડુંગળી, ૧૩૧૧ ક્વિન્ટલ ટામેટા, અન્ય લીલા શાકભાજીની ૬૭૪૧ ક્વિન્ટલ સહિત કુલ ૧૦૬૪૬ ક્વિન્ટલ શાકભાજીની આવક થઇ હતી.જ્યારે ૩૦૧૦ ક્વિન્ટલ ફળ ફ્લાદી ની આવક થઇ છે.

Admin

Admin

9909969099
Right Click Disabled!