મહીસાગર જિલ્લામાં ૩૧૨૮૮ બાળકોને ઘર આંગણે મળી રહી છે જ્ઞાન ગંગા

મહીસાગર જિલ્લામાં ૩૧૨૮૮ બાળકોને ઘર આંગણે મળી રહી છે જ્ઞાન ગંગા
Spread the love
  • જિલ્લાની ૨૪૯ માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાના વિધાર્થીઓને હોમ લર્નિંગ થકી અભ્યાસ કરાવાય છે

લુણાવાડા,
કોરોનાના મહામારીના કારણે વિધાર્થીઓ કોરોનાના સંક્રમણનો ભોગ ન બને તે માટે સમગ્ર રાજયમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો જેમાં મહીસાગરની ૨૪૯ શાળાઓનો પણ સમાવેશ થાય છે આ શાળાઓને ઘરે બેઠા શિક્ષણ મળી રહે તે માટે હોમ લર્નિગ થકી શિક્ષણની વ્યવસ્થા ઉભી કરાઇ છે. જેમાં મહીસાગરના ૩૧૨૮૮ વિધાર્થીઓને ઘર આંગણે જ્ઞાન ગંગા મળી રહી છે

સમગ્ર રાજયમાં ૮ જૂનથી વિધાર્થીઓની હાજરી સિવાય શાળાઓ શરૂ કરવામાં આવી છે. જેમાં લોકડાઉનના સમયગાળા દરમિયાન ધો-૧૦ અને ૧૨ ની માર્ચ-૨૦૨૦ પરીક્ષાના પ્રશ્નપત્રોની ચકાસણીનું કામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષકો દ્વારા કામગીરી કરાઇને પરીણામ બાદ વિધાર્થીઓના શિક્ષણ કાર્યને માઠી અસર ન થાય તે હેતુથી શિક્ષણ વિભાગ દ્વારા વિધાર્થીઓને ડી.ડી ગિરનાર અન. વંદે ગુજરાત ચેનલ મારફતે હોમ લર્નિગનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જિલ્લાની લુણાવાડા તાલુકાની ૮૦ શાળાના ૯૭૬૦ વિધાર્થીઓ, ખાનપુરની ૨૩ શાળાના ૨૩૪૨ , સંતરામપુરની ૫૪ શાળાના ૯૭૫૦., કડાણાની ૨૭ શાળાના ૩૨૩૪., બાલાસિનોરની ૩૫ શાળાના ૩૮૭૬ અને વિરપુરની ૩૦ શાળાના ૨૩૨૬ વિધાર્થીઓ મળી કુલ- ૨૪૯ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના ધો ૯ થી ૧૨ના ૩૧૨૮૮ વિધાર્થીઓએ હોમ લર્નિંગ અભ્યાસનો લાભ લઇ રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે શાળાઓ મારફતે છેવાડાના ગામના વિધાર્થીઓ સુધી ચેનલ પર પ્રસારિત થનાર કાર્યકમનું ધોરણવાર સમયપત્રક પહોચાડવા ઉપરાંત શિક્ષકો દ્વારા વિધાર્થીઓએ કયા એકમ-વિષય અંગે અભ્યાસ કર્યો પૃચ્છા કરી શિક્ષણ સાથે જોડાવામાં આવી રહ્યા છે. જયારે ધોરણ૧૦ અને ૧૨માં જિલ્લામાં ઓછા પરિણામ ધરાવતી શાળાઓ પરિણામના ગુણાત્મક સુધારો આવે તે માટે ધોરણ-૧૦ તેમજ ધોરણ-૧૨ વિૅજ્ઞાન પ્રવાહના મહત્વના વિષયોનું સ્ટડી મટીરીયલ તૈયાર કરવામાં આવ્યું છે. જે વિધાર્થી સુધી પહોંચાડી સધન મોનિટરીગની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

Admin

Admin

9909969099
Right Click Disabled!