રાજપીપલા : નર્મદા જિલ્લામાં આજે કોરોનાના વધુ 3 પોઝિટિવ કેસ આવતા ફફડાટ
- રાજપીપલા , તિલકવાડા અને માયાસી ગામે એક એક કેસ પોઝિટિવ આવ્યો
- ગઈકાલે ચકાસણી માટે મોકલાયેલા સેમ્પલ પૈકી 63 સેમ્પલના રિપોર્ટમાથી આજે 3 પોઝિટિવ આવ્યા
- આજદિન સુધી સુરતમાં ૨ અને વડોદરામાં રિફર કરાયેલ 3 દરદીને બાદ કરાતાં રાજપીપલા કોવિડ હોસ્પિટલ ખાતે આજની સ્થિતિએ હવે કુલ 22દરદીઓ સારવાર હેઠળ
COVID-19 મહામારીને અનુલક્ષીને નર્મદા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના એપીડેમીક મેડિકલ ઓફિસર ડૉ. આર.એસ.કશ્યપ તરફથી આજે તા.16 મી જુલાઇ, ૨૦૨૦ ના રોજ સાંજે 5:20 કલાકે પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ નર્મદા જિલ્લામાં આજે કોરોના વાયરસ કોવિડ-૧૯ નોવધુ 3 પોઝિટિવ કેસ આવ્યા હતા જેમા એક કેસ રાજપીપલા અને એક નાંદોદ તાલુકાના માયાસી ગામમાં નોંધાયો છે જ્યારે એક તિલકવાડા મા નોંધાયો છે .
આજના 3 પોઝિટિવ કેસ મા રાજપીપલામા
1) જીવણભાઈ ભગા ભાઈ સોલંકી (ઉ વ 50,રહે ચામડીયા ધોધ ,તિલકવાડા)
2) સોમાભાઇ બાબુભાઈ વસાવા (ઉ .વ 51,એ /4, ફોરેસ્ટ કોલોની , વાડિયા પેલેસ , રાજપીપલા )
3) જીગ્નેશભાઈ પ્રવિણભાઈ પ્રજાપતિ (ઉ .વ .મયાસી , ત નાંદોદ )મા કેસ આજે પોઝિટિવ આવતા
આ તમામ ને આજે કોવીદ હોસ્પિટલ રાજપીપલા મા સારવાર અર્થે દાખલ કરાયા હતા.
એપેડેમિક ઓફિસર ડો .કશ્યપ ના જણાવ્યા અનુસાર આજદિન સુધી સુરતમાં ૨ અને વડોદરામાં રિફર કરાયેલ 3 દરદીને બાદ કરાતાં રાજપીપલા કોવિડ હોસ્પિટલ ખાતે આજની સ્થિતિએ હવે કુલ 22 દરદીઓ સારવાર હેઠળ છે. ગઈકાલે ચકાસણી માટે મોકલાયેલા સેમ્પલ પૈકી 63 સેમ્પલના રિપોર્ટમાથી આજે
3પોઝિટિવ આવ્યા છે નર્મદા અત્યાર સુધી મા કૂલ પોઝિટિવ કેસ નો આંકડો 123 ઉપર પહોચ્યો છે
અત્યાર સુધી મા 98દર્દીઓ સારા થતા તેમને રજા અપાઈ છે
પ્રાપ્ત થયેલ અહેવાલ મુજબ નર્મદા જિલ્લામાં આજે તઆરોગ્ય ટૂકડીઓ દ્વારા કુલ-50380 વ્યક્તિઓનું ડોર-ટુ-ડોર સર્વે કરવામાં આવ્યું છે, જેમાં શરદી-ખાંસીના 56 દરદીઓ, તાવના 35 દરદીઓ, ડાયેરીયાના 23 દરદીઓ સહિત કુલ-114 જેટલા દરદીઓ ઉકત ચકાસણી દરમિયાન મળી આવતાં આ દરદીઓને જરૂરી સારવાર પુરી પાડવામાં આવી છે. તેની સાથોસાથ આયુર્વેદિક ઉકાળાનો આજદિન સુધી 847372 લોકોએ લાભ લીધો હતો અને હોમિયોપેથી રક્ષણાત્મક ઉપાય તરીકે આર્સેનિક આલ્બમ-૩૦ પોટેન્સી ગોળી 391252 લોકોને વિતરણ કરાઇ છે. આજની તારીખે કૂલ 14ફેસેલીટી કોરનટાઇન અને 855ને હોમ કોરનટાઇન કરાયા છે જ્યારે અત્યાર સુધી મા કૂલ 911 ફેસેલીટી કોરનટાઇનઅને 5496ને હોમ કોરનટાઇન કરાયા છે.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ (રાજપીપલા)