ખેતી વિષયક ધિરાણ કરતી સહકારી મંડળીઓને નાણાકીય સહાય મેળવવા જોગ

Spread the love

અમરેલી : ટૂંકી મુદત અને મધ્યમ મુદતનું ધિરાણ તેમજ વસુલાત તથા સભાસદોની થાપણ વધારવા નાણાંકીય સહાય આપવાની યોજના અમલમાં છે. જે માટે પ્રાથમિક ખેતી વિષયક ધિરાણ સેવા સહકારી મંડળીઓ કે જે છેલ્લા પાંચ વર્ષથી ધિરાણ કરેલ હોય, વસુલાત નિયમિત કરતી હોય, તેમજ ધિરાણ – વસુલાત યોજના ઢાંચા મુજબ વધારો થયો હોય, તથા સભાસદ થાપણમાં વૃધ્ધિ થઈ હોય તો મંડળીને સહાય મળી શકે છે.

જે ધ્યાને લઈ જરૂરી પાત્રતા ધરાવતી મંડળીઓએ તાત્કાલિક સને ૨૦૧૬-૧૭ થી ૨૦૧૯-૨૦૨૦ સુધીના ચાર વર્ષના હિસાબો – તારીજ. નફા નુકસાન ખાતું , વેપાર ખાતું, સરવૈયા સાથે જિલ્લા રજિસ્ટ્રારની કચેરી, સહકારી મંડળીઓ, બહુમાળી ભવન, બ્લોક-સી, ત્રીજો માળ, અમરેલીનો સંપર્ક કરવાનો રહેશે. વધુ માહિતી માટે માટે કચેરીના ફોન નં. (૦૨૭૯૨) ૨૨૨૨૦૭ અથવા મો.ન. ૯૮૨૫૪૫૯૬૯૫ પર સંપર્ક કરવાનો રહેશે.

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!