કલા સૃષ્ટિ ફાઉન્ડેશન દ્વારા પત્રકાર જયેશભાઈ મોદીની દિકરીને સન્માનિત કરાઈ

કલા સૃષ્ટિ ફાઉન્ડેશન દ્વારા પત્રકાર જયેશભાઈ મોદીની દિકરીને સન્માનિત કરાઈ
Spread the love

વૈશ્વિક મહામારી કોરોના વાયરસ સામેના જંગમાં દિવસ-રાત જોયા વગર ઘર પરિવારની ચિંતા કર્યા વગર જયેશભાઈ મોદી પત્રકારની ફરજ પર અવિરત કાર્યરત રહી નિયમિત રીતે દરરોજ નાગરિકો સુધી રોજરોજના સમાચાર, નિયમિત વોટ્સએપ ગ્રુપમાં તથા ફેસબુકના માધ્યમથી લોકો સુધી પહોંચાડવાની ખૂબ જ પ્રશંસનીય કામગીરી કરી સાથે સાથે વૈશ્વિક કોરોના મહામારીમાં શ્રી ધાન્ધાર મોઢ મોદી જ્ઞાતિ સમાજના ડોક્ટર, નર્સ તથા સામાજિક ક્ષેત્રે જેને યોગદાન આપેલ છે તેઓનું ન્યુઝ નાઈન ઇન્ડિયાના ડાયરેકટર અને ગુજરાતી ન્યુઝ તરફથી સન્માનપત્ર આપી વિશેષ સન્માન કરવામાં આવેલો જે અભિનંદનને પાત્ર છે.

જે સંદર્ભે આજરોજ કલા સૃષ્ટિ ફાઉન્ડેશન ડીસાના પ્રણેતા ચંદુભાઈ એ.ટી.ડી રાષ્ટ્રીય પારિતોષિક ચિત્ર શિક્ષક ડીસા, મોદી સમાજ સેવા ટ્રસ્ટ પાલનપુર અગ્રણી યુવા મયુરભાઈ મોદી તથા ગીતાના વધામણા અભિયાનના માર્ગદર્શન, સામાજિક કાર્યકર ભોગીલાલ મોદી દ્વારા દીકરી દેવો ભવ ચિત્ર મોમેન્ટો તથા શાલ, સન્માનપત્ર તથા પુસ્તક આપી વિશેષ સન્માન કરવામાં આવ્યું. આ પ્રસંગે જયેશભાઈ મોદીએ જણાવ્યું કે મેં મારી પત્રકાર તરીકેની સેવા કરવી એ મારી ફરજ છે, મેં યોગ્ય ન્યાય આપવા માટે પ્રયત્ન કર્યો છે સાથે સાથે મારા કાર્યની નોંધ લઇને આજે જે મારું સન્માન કરવામાં આવ્યું છે હું ગર્વની લાગણી અનુભવું છું સાથે સાથે હું ધાન્ધાર મોઢ મોદી સમાજનો તથા પાલનપુર તાલુકાનું ભુતેડી ગામનો પણ ઋણી છું.

રિપોર્ટ : તુલસી બોધુ, બ.કાં
દૈનિક લોકાર્પણ ન્યૂઝ

IMG_20200731_110905.jpg

Admin

Tulsibhai

9909969099
Right Click Disabled!