સાગપુર-રોઝડ રોડ બાઈક અને ઈકો કાર વચ્ચે અકસ્માત
તલોદ તાલુકાના સાગપુર થી રોઝડ વચ્ચે ઈકોકાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત દરમિયાન બાઈક ચાલકને ગંભીર ઈજા પહોચી હતી અને બાઈક પાછળ બેસેલ ઉ.વ.આશરે 80-85 વર્ષના વૃદ્ધનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. આ ઘટના આજ રોજ આશરે 10 કલાકે બની હતી ઈકોકાર નંબર જી.જે.09 બી.જી 9487 સાથે બાઈક નંબર જી.જે 31 એલ 4958 સાથે અકસ્માત સર્જાતા બાઈક ચાલકને ગંભીર ઈજા પહોચી હતી અને પાછળ બેસેલ વૃદ્ધનું ઘટના સ્થળે જ મૃત્યું થયું હતુ આ ઘટના દરમિયાન ઈજાગ્રસ્તને તાત્કાલિક 108 મારફતે સારવાર અર્થે દવાખાને લઈ જવામાં આવ્યા હતા. અને આ ઘટનાની તલોદ પોલીસને જાણ થતા તલોદ પોલીસે ઘટનાસ્થળે આવી વધું કાર્યવાહી હાથ ધરી હતી.
રીપોર્ટ : મનોજ રાવલ (ધનસુરા)