કોરોના કાળ જીવ લઈ રહ્યો છે ને મલાઈદાર ગરબા આયોજકોને ગરબે રમવું છે…!

કોરોના કાળ જીવ લઈ રહ્યો છે ને મલાઈદાર ગરબા આયોજકોને ગરબે રમવું છે…!
Spread the love
  • બાળકોનું શિક્ષણ રોળાઈ રહ્યુ હોય ત્યારે ગરબાની મંજુરીની વાત તો બળતામાં ઘી હોમવા જેવું કામ કહેવાય કોરોના કહેરમાં સરકારની સાલવાણી ગરબે રમે છે રોકડું પરખાવતાં રૂપાણી
  • ગુજરાત એક માત્ર એવું રાજ્ય છે જ્યા કોરોનાના ટેસ્ટ સૌથી ઓછા અને મૃત્યુ દર સૌથી વધુ છે. રસ્તે નીકળતા એકલ દોકલને માસ્ક ન પહેર્યું હોય તેવા કિસ્સામાં ૨૦૦નો દંડ ભરવો પડે છે

જ્યારે ધંધા રોજગાર બંધ છે બેરોજગારી ફાટીને ધુમાડે ગઈ છે ત્યારે ૨૦૦ નો દંડ પોલીસને આખો દિવસ શ્રાપ આપે છે સરકારના નિર્ણય નો ભોગ દંડ ઉઘરાવનાર બને છે પાડાના વાકે પખાળીને ડામ ગજવામાં શાકભાજીના ઘટતા હોય ને માસ્ક ડ્રાઈવની જાપટે ચડી જાય પોલીસ સાથે કલાક કકળાટ ચાલે મોબાઈલમાં રેકોર્ડીંગ કરે કોઈને ફોન કરે અંતે હથિયાર હેઠા પડે ને દંડ ભરવો જ પડે નવાઈની વાત તો એ છે કે જ્યા દુકાનો પણ અડધો દિવસ બંધ રહે છે સંક્રમણ રાત દિવસ વધી રહ્યું છે મહિનાઓથી આરોગ્ય સ્ટાફ કે પોલીસ સ્ટાફ કે પત્રકારોએ નીરાતનો શ્વાસ લીધો નથીને પાર્ટી પ્લોટના ગરબા આયોજકો એ લોકોને ગરબે રમાડવા છે.

હાલ ગાંધીનગર રાજકોટ સુરત, અમદાવાદ સહિત ના ખાનગી ગરબાના ટિકિટ શો કરવા વાળા આયોજકો રૂપાણી સાહેબને મળવા પહોંચી ગયા રજૂઆત હતી ગરબાના આયોજન માટેની ગાઈડ લાઈન બનાવી મંજૂરી માટેની સરકારને કોરોનાના કારણે બદનામ થવાનું બાકી હોય તો ગરબે રમાડે ને? ગરબા આયોજકોને રૂપાણીએ રોકડું પરખાવ્યું ઘેરથી બની ઠની બ્લેજર પહેરી વટ પાડવા છે વટે એક ફોટો પાડવા વિનતી કરીને મુખ્યમંત્રી બગાડ્યા કોઈકે કાનમાં કહ્યું આ ગરબા આયોજકોનો દલ્લો તો નોન વેજનો ધંધો કરે છે ગરબા વાળાનો દલાલ બની મંજૂરી અપાવવા આવ્યો છે.

મુખ્ય મંત્રીએ નનૈયો ભણ્યો ભાઈ એવા ફોટા બોટા ન હોય
વચેટિયાને વટ પાડવો હતો ધંધા પર ફોટો લટકાવી દયે તો પોલીસ સામે પાવર કરી શકાયને આખરે સૌ નો વટ વિખાઈ ગયો રોહિત નાયાણી નામનો નોન વેજની દુકાને રૂપાણી સાથે ફોટો પડાવી વટ પાડવા ના વહેમમાં હતો પણ દિલ કે અરમાં આંસુઓ મે બહે ગયે એક બાજુ રાજકીય કાર્યક્રમોની ટીકા થઈ રહી છે છતા ચૂંટણી છે હવે ગરબા પોલિસી બનાવે જાહેર કરે મંજૂરી આપે એટલે રૂપાણી સાહેબને દિલ્હીથી ઘંટડી વાગવા લાગે ગમે તેવા સંજોગો હોય અમુક લોકોને બસ લડીજ લેવું છે.

રૂપાણી પત્રકારોને મુલાકાત પણ નથી આપતા તેના પ્રશ્નો નથી સાંભળતા તેનો ઉકેલ નથી લાવતા કે ટેબલ ટોક નથી કરતાને પ્રોફેશનલ ગરબા આયોજકોને સીધા મુલાકાત આપે એ પણ કોરોના કાળમાં એજ નવાઈની વાત છે આખરે ગરબા આયોજકોને રૂપાણી સાહેબે રોકડું પરખાવીને ગરબે રમતા કરી દીધા અને કહી દીધુ એવા ફોટા બોટા ન હોય હવે આજકાલ ભાજપના નેતાઓને પરસેવો ફોટા પડાવે છે.

કોઈ ગુન્હેગાર પકડાય એટલે નેતાઓ સાથેના ફોટાના ન્યુઝ બની જાય છે માણસને અંદરથી માપવાના મીટર નથી માણસાઈ માપી શકતી નથી એટલે નેતાઓ સારા લોકો સાથે ફોટા પાડતા પણ ફફડે છે આ ગરબા વાળાને ન્યાય આપવામાં તો આખી સરકારને ગરબે રમવાનો વારો આવે રૂપાણી સમય વર્તી સાવધાન થયાને આયોજકો ગરબે રમવા લાગ્યા…

લેખક: લાભુભાઈ પી. કાત્રોડીયા
મો..94265 34874

downlod.jpg

Right Click Disabled!