WordPress database error: [Table './lokarpan_db25/wp_govtgau145wfblocks7' is marked as crashed and should be repaired]
SHOW FULL COLUMNS FROM `wp_govtgau145wfblocks7`

SELECT *, CASE WHEN `type` = 3 THEN 0 WHEN `type` = 4 THEN 1 WHEN `type` = 7 THEN 2 WHEN `type` = 6 THEN 3 WHEN `type` = 5 THEN 4 WHEN `type` = 9 THEN 5 WHEN `type` = 8 THEN 6 WHEN `type` = 2 THEN 7 WHEN `type` = 1 THEN 8 ELSE 9999 END AS `typeSort`, CASE WHEN `type` = 3 THEN `parameters` WHEN `type` = 4 THEN `parameters` WHEN `type` = 1 THEN `IP` WHEN `type` = 9 THEN `IP` WHEN `type` = 5 THEN `IP` WHEN `type` = 6 THEN `IP` WHEN `type` = 7 THEN `IP` WHEN `type` = 2 THEN `IP` WHEN `type` = 8 THEN `IP` ELSE 9999 END AS `detailSort` FROM `wp_govtgau145wfblocks7` WHERE `type` IN (4) AND (`expiration` = 0 OR `expiration` > UNIX_TIMESTAMP()) ORDER BY `typeSort` ASC, `id` DESC

WordPress database error: [Table './lokarpan_db25/wp_govtgau145wfblocks7' is marked as crashed and should be repaired]
SELECT *, CASE WHEN `type` = 3 THEN 0 WHEN `type` = 4 THEN 1 WHEN `type` = 7 THEN 2 WHEN `type` = 6 THEN 3 WHEN `type` = 5 THEN 4 WHEN `type` = 9 THEN 5 WHEN `type` = 8 THEN 6 WHEN `type` = 2 THEN 7 WHEN `type` = 1 THEN 8 ELSE 9999 END AS `typeSort`, CASE WHEN `type` = 3 THEN `parameters` WHEN `type` = 4 THEN `parameters` WHEN `type` = 1 THEN `IP` WHEN `type` = 9 THEN `IP` WHEN `type` = 5 THEN `IP` WHEN `type` = 6 THEN `IP` WHEN `type` = 7 THEN `IP` WHEN `type` = 2 THEN `IP` WHEN `type` = 8 THEN `IP` ELSE 9999 END AS `detailSort` FROM `wp_govtgau145wfblocks7` WHERE `type` IN (3) AND (`expiration` = 0 OR `expiration` > UNIX_TIMESTAMP()) ORDER BY `typeSort` ASC, `id` DESC

વીંધાયેલા મન – Govt of Gaurang

વીંધાયેલા મન

વીંધાયેલા મન
Spread the love

ટૂંકી વાર્તા : આંચકો

મનસુખલાલે અચાનક જ વિદાય લીધી એ કોઈના માન્યામાં આવે એમ નહોતું.હજી એમની ધર્મપત્ની લીલાવતીને ગુજરી ગયે માંડ ચાર દિવસ થયા હતા.સ્મશાનેથી આવી ગયા પછી દીકરા લાલુને એના સગાવહાલા દિલોસોજી પાઠવી વારાફરતી વિદાય થયા.મનસુખલાલનો ઘરમાં ભારે કડપ.કોઈ ઊંચા અવાજે વાત ના કરી શકે.

“ભાઈ પપ્પા વગર ઘર કેટલું ખાલી ખાલી લાગે છે.?” ગરવી બોલી.

“ હમમમ…” શૂન્યમનસ્ક થઈ ગયેલો લાલુ માંડ હોકારો કરી શક્યો.

“ એને આંચકો લાગ્યો……આવું તો આપણે કલ્પના પણ ના કરી શકીએ.આમ તો કેવો વાઘ જેવો હતો !!” મોટા ફોઈ બોલ્યા.

“આમ તો બિચારા લાલુએ એવું તો ક્યાં કાંઈ કર્યું હતું ?આખી દુનિયાના છોકરાઓ કમાતા થાય એટલે પોતાના માબાપ માટે કઈક લાવે…”

“મનસુખને એનો અહમ ખાઈ ગયો.લીલા સરકારી નોકરીયાત.દુઝણી ભેંસ.કમાતી બૈરીને દબાયેલી રાખવા મનસુખ એની ઉપર ધોંસ જમાવતો.મને યાદ છે એના લગન પછી ઘરની આવકમાં વધારો તો થયો પણ અમે પાંચ ભાઇબેન અને બાબાપુજીના વસ્તારમાં બે છેડા માંડ ભેગા થતાં.એમાં એકવાર પગાર વધારો થયો એ રાજીપામાં તારી મમ્મી મનસુખ માટે નવો શર્ટ લઈ આવી.”બોલતા બોલતા મોટા ફોઈની આંખો વરસતી હતી.

“ એમાં તો મનસુખે આખું ઘર માથે લીધું.તારી માને એવી તતડાવી…એવી તતડાવી….ખબરદાર મારા માટે કઈ લાવી છે તો………તો ય લીલા તો આ કડવો અપમાનનો ઘૂંટડો ગળી ગઈ.” માસીએ કહ્યું.

“ લીલા હતી જ અલગ માટીની.આખી જિંદગી કમાઈ કમાઈને ઘર ભર્યું.વહેવારો કર્યા.મનસુખના ધંધામાં ખાસ ભલીવાર આવતો નહી.વારે તહેવારે એના શરીરે કોઈ સારી સાડી મેં જોઈ નથી.કેટલીય વાર અમે બહેનો આ માટે મનસુખને વઢતા.”નાના ફોઈ બોલ્યા.

“પણ મનસુખ એની દાદાગીરી ઘરમાં ચલાવતો.કપડામાં શું ખોટા પૈસા બગાડવાના …જે હોય એ પહેરો તો વાંધો શું છે ?પણ લાલુ તારા લગનમાં તારી માએ હિમત કરી. મનસુખથી છાનોમાનો ઝબ્બો અને કોટ સીવડાવ્યો.બરાબર જાન નીકળવાના ટાણે એણે બીતા બીતા મનસુખને કોટ ધર્યો.થોડોક ખીજાઈને છેવટે બધાના આગ્રહથી વરરાજાના પિતા તરીકે મનસુખ કોટ પહેરીને લગનમાં મહાલ્યો ખરો.” મોટા ફોઈએ કહ્યું.

“લોકોની નજરે ચઢે એવી જ વાત હતી.વરનો બાપ નવા સૂટમાં.અને વરની માં વર્ષો જૂની જેનું વરખ પણ કાળું પડી ગયેલું એવી સાડીમાં… લીલાને જોઇને મનસુખને કશું થતું નહિ હોય ?

મને તો એ દિવસે લગનનો કોઈ ઉત્સાહ જ નહોતો.ક્યાંથી હોય ?મોસાળામાં મામા આખા ઘરના કપડા કરતા હતા ત્યારે તારા બાપાએ સાફ કહી દીધું રોકડા જ આપો.કામ લાગે.કપડા તો એક દિવસ પુરતા હોય.એની ધાકથી કોણ મગજમારી કરે એમ વિચારીને મામાએ દોઢ લાખ રોકડા આપી દીધા.”માસીએ નિસાસો નાંખ્યો.

“એમાં તો મનસુખને ફાવતું ચડ્યું.એણે દીકરાની વહુને ચઢાવવા લીલાનું બધું સોનું વેચીને નવું લીધું.મોસાળાના પૈસા ધંધામાં નાખ્યા.લીલાને એક સાડી સુધ્ધા ના અપાવી કે ધંધો બરાબર નથી ચાલતોને નકામા ખર્ચા ક્યાં કરવા ?

અડવા શરીરે જૂની સાડીમાં લીલાવતીને જોઇને અમને ત્રણેય નણંદોને બહુ ખરાબ લાગેલું.લગન પતે એટલે મનસુખને બરાબરનો વઢીએ એમ ધારેલું. ત્યાં તો એણે જાન ઘરમાં આવી એવો જ રંગ બતાવી દીધો.મહેમાનોના દેખતા જ લીલા જોડે ખરાબ રીતે ઝગડો કર્યો કે તારી જોડે સુટ લેવાના પૈસા આવ્યા ક્યાંથી ?”મોટા ફોઈ રડતા રડતા બોલતા હતા.

“એમણે વષો પહેલા મારા માટે કશું નહી લાવવાનું એમ કહેલું તો ય તું લાવી જ કેમ ? એમ મોટી બબાલ કરી મમ્મીના ડ્રેસિંગ માટે તમને બોલવાનો મોકો ન આપનાર પપ્પાને એ ખબર જ હતી કે મમ્મીના લીધે એમનો વટ પડ્યો હતો. અને એમના લીધે મમ્મી બિચારી બાપડી લાગી હતી.એટલે કોઈ એમને કાઈ કહે એ પહેલા જ બધાની બોલતી બંધ કરવાની એમની આવડત કામે લગાડી.”લાલુ બોલ્યો.

“પણ મમ્મી સાવ શાંત….એ આ તાયફાથી જાણે કે અંદરથી તૂટી ગઈ હતી.એણે ભલે પ્રતિકાર ન કર્યો.પણ એ પોતાના સામાજિક અપમાનનો બદલો પોતાની જાત ઉપર લઈ રહી હતી.તમને નહિ ખબર હોય….પણ મમ્મીએ જાતજાતના વાર અને વ્રત ઉપવાસ શરુ કરી દીધા.એ મને જરાક વિચિત્ર તો લાગ્યું પણ હું સમજી નહોતી શકતી કે મમ્મીએ એ બહાને ખાવા પીવાનું છોડી દીધું…મીઠાઈ તો એ ચાખતી જ નહી….” ગરવીનો અવાજ ફાટી ગયો.

“મને તો એમ જ હતું કે તારા બાપાના મનમાં તારી માં માટે લાગણીનું ટીપુંય નથી.લીલા એટલે રૂપિયા કમાવાનું મશીન બસ…! પણ આજે તો તારા બાપાએ આંચકો આપી દીધો.”માસી બોલ્યા.

“લીલાના ગયા પછી મનસુખને પોતાના દરેક વર્તન ઉપર પસ્તાવો થતો હશે.એમાં લીલાના બેસણામાં પહેરવા લાલુ સફેદ ઝબ્બો લઈ આવ્યો.”

“ એ પણ મનસુખને પૂછ્યા વગર…”

“ અને પપ્પાને મેં ઝબ્બો આપ્યો એટલે એમણે પૂછ્યું.આ શું છે ?મેં કહ્યું તમારા માટે બેસણામાં પહેરવા સફેદ ઝબ્બો છે.તો સાવ ઢીલા અવાજે કહે તારે લાવવાની શું જરૂર હતી ?એટલે હું બોલ્યો કે મારા સિવાય તમારું ધ્યાન રાખનાર કોણ છે પપ્પા ?મમ્મીના બેસણામાં પબ્લિક આવે તો તમે થોડા વ્યવસ્થિત લાગો.”લાલુ ધીમા ધીમા સાદે બોલ્યો.

“એ પછી પપ્પા કશું બોલ્યા વગર ક્યાંય સુધી ઝબ્બો હાથમાં લઈને બેસી રહ્યાં.અમે અમારા કામમાં પરોવાઈ ગયાં.જમવાનો ટાઈમ થયો એટલે બોલાવ્યા….જવાબ ના મળ્યો…..આમણે જોયું, તો પપ્પા હતા જ નહી.” દીકરાની વહુ બોલી.

“હાથમાં ઝબ્બો લઈને પપ્પા ….એમને એમ….બસ કઈ બોલ્યા જ નહી……પપ્પા મારી લાવેલી ગિફ્ટ ના ગમી હોય તો એકવાર કહેવું તો હતું….અને મારો વાંક લાગ્યો હોય તો એક ઝાપટ મારવી હતી….પણ આમ……”લાલુને છાનો રાખવો મુશ્કેલ હતું.

“લાલુ શાંત થા.તારો કાઈ વાંક નથી.મનસુખ લીલાના પ્રેમને લાગણીને પોતાના અહમ આગળ ઓળખી ન શક્યો.એ પ્રેમ તારી ગિફ્ટે એને સમજાવ્યો.પોતે લીલાને કેટલો અન્યાય કર્યો છે એ વાતનો મનસુખને આંચકો લાગ્યો.અને એણે આપણને સહુને પણ આંચકો આપ્યો.”

બરાબર એ જ સમયે સાંજના સમાચારમાં ઉદઘોષકનો અવાજ સંભળાઈ રહ્યો હતો.આજે ભૂકંપના આંચકાથી ધ્રુજી ઉઠેલી ધરા.આ સાંભળી મોટા ફોઈ બબડ્યા ‘અમૂક આંચકાઓ ભૂકંપથી ય મોટા હોય છે બાપા.’

લેખક : નિકેતા વ્યાસ કુંચાલા

Screenshot-64-0.png NIKETA-1.jpg

Admin

Niketa Vyas

9909969099
Right Click Disabled!

WordPress database error: [Table './lokarpan_db25/wp_govtgau145wfblocks7' is marked as crashed and should be repaired]
SELECT *, CASE WHEN `type` = 3 THEN 0 WHEN `type` = 4 THEN 1 WHEN `type` = 7 THEN 2 WHEN `type` = 6 THEN 3 WHEN `type` = 5 THEN 4 WHEN `type` = 9 THEN 5 WHEN `type` = 8 THEN 6 WHEN `type` = 2 THEN 7 WHEN `type` = 1 THEN 8 ELSE 9999 END AS `typeSort`, CASE WHEN `type` = 3 THEN `parameters` WHEN `type` = 4 THEN `parameters` WHEN `type` = 1 THEN `IP` WHEN `type` = 9 THEN `IP` WHEN `type` = 5 THEN `IP` WHEN `type` = 6 THEN `IP` WHEN `type` = 7 THEN `IP` WHEN `type` = 2 THEN `IP` WHEN `type` = 8 THEN `IP` ELSE 9999 END AS `detailSort` FROM `wp_govtgau145wfblocks7` WHERE `type` IN (4) AND (`expiration` = 0 OR `expiration` > UNIX_TIMESTAMP()) ORDER BY `typeSort` ASC, `id` DESC

WordPress database error: [Table './lokarpan_db25/wp_govtgau145wfblocks7' is marked as crashed and should be repaired]
SELECT *, CASE WHEN `type` = 3 THEN 0 WHEN `type` = 4 THEN 1 WHEN `type` = 7 THEN 2 WHEN `type` = 6 THEN 3 WHEN `type` = 5 THEN 4 WHEN `type` = 9 THEN 5 WHEN `type` = 8 THEN 6 WHEN `type` = 2 THEN 7 WHEN `type` = 1 THEN 8 ELSE 9999 END AS `typeSort`, CASE WHEN `type` = 3 THEN `parameters` WHEN `type` = 4 THEN `parameters` WHEN `type` = 1 THEN `IP` WHEN `type` = 9 THEN `IP` WHEN `type` = 5 THEN `IP` WHEN `type` = 6 THEN `IP` WHEN `type` = 7 THEN `IP` WHEN `type` = 2 THEN `IP` WHEN `type` = 8 THEN `IP` ELSE 9999 END AS `detailSort` FROM `wp_govtgau145wfblocks7` WHERE `type` IN (3) AND (`expiration` = 0 OR `expiration` > UNIX_TIMESTAMP()) ORDER BY `typeSort` ASC, `id` DESC

WordPress database error: [Table './lokarpan_db25/wp_govtgau145wfblocks7' is marked as crashed and should be repaired]
SELECT *, CASE WHEN `type` = 3 THEN 0 WHEN `type` = 4 THEN 1 WHEN `type` = 7 THEN 2 WHEN `type` = 6 THEN 3 WHEN `type` = 5 THEN 4 WHEN `type` = 9 THEN 5 WHEN `type` = 8 THEN 6 WHEN `type` = 2 THEN 7 WHEN `type` = 1 THEN 8 ELSE 9999 END AS `typeSort`, CASE WHEN `type` = 3 THEN `parameters` WHEN `type` = 4 THEN `parameters` WHEN `type` = 1 THEN `IP` WHEN `type` = 9 THEN `IP` WHEN `type` = 5 THEN `IP` WHEN `type` = 6 THEN `IP` WHEN `type` = 7 THEN `IP` WHEN `type` = 2 THEN `IP` WHEN `type` = 8 THEN `IP` ELSE 9999 END AS `detailSort` FROM `wp_govtgau145wfblocks7` WHERE `type` IN (1, 8, 9, 2, 5, 6) AND (`expiration` = 0 OR `expiration` > UNIX_TIMESTAMP()) ORDER BY `typeSort` ASC, `id` DESC

WordPress database error: [Table './lokarpan_db25/wp_govtgau145wfblocks7' is marked as crashed and should be repaired]
SELECT *, CASE WHEN `type` = 3 THEN 0 WHEN `type` = 4 THEN 1 WHEN `type` = 7 THEN 2 WHEN `type` = 6 THEN 3 WHEN `type` = 5 THEN 4 WHEN `type` = 9 THEN 5 WHEN `type` = 8 THEN 6 WHEN `type` = 2 THEN 7 WHEN `type` = 1 THEN 8 ELSE 9999 END AS `typeSort`, CASE WHEN `type` = 3 THEN `parameters` WHEN `type` = 4 THEN `parameters` WHEN `type` = 1 THEN `IP` WHEN `type` = 9 THEN `IP` WHEN `type` = 5 THEN `IP` WHEN `type` = 6 THEN `IP` WHEN `type` = 7 THEN `IP` WHEN `type` = 2 THEN `IP` WHEN `type` = 8 THEN `IP` ELSE 9999 END AS `detailSort` FROM `wp_govtgau145wfblocks7` WHERE `type` IN (7) AND (`expiration` = 0 OR `expiration` > UNIX_TIMESTAMP()) ORDER BY `typeSort` ASC, `id` DESC