કોરોનાનો જેટલો ડર છે તેટલો હોસ્પિટલમાં દેખાયો નહીં : હાર્દિક હુંડીયા

કોરોનાનો જેટલો ડર છે તેટલો હોસ્પિટલમાં દેખાયો નહીં : હાર્દિક હુંડીયા
Spread the love

આજ રોજ સેવન હિલ્સ હોસ્પિટલમાં કોરોના નાં દર્દીઓને માટે તથા તેમની ઈમ્યુનિટી વધારવા માટે ઋણાનુંબંધ નાં ટ્રસ્ટી વસંત ગલીયા દ્રારા આયોજિત કાર્યક્રમ માં સ્ટાર રિપોર્ટ સમુહ ગ્નુપ નાં હાર્દિક હુંડીયા તથા અનેક મહાનુભાવો નાં હાથે સેવન હિલ્સ હોસ્પિટલમાં હજારો ડ્રેગન ફ્રુટ અર્પણ કરવામાં આવ્યા. આ સમસ્ત કાર્યક્રમનાં આયોજક વસંત ગલીયા એ જણાવ્યું કે હોસ્પિટલમાં જે પણ સેવા આપે છે તે બધા ને કોટી કોટિ નમન છે. હોસ્પિટલ નાં સુંદર મેનેજમેન્ટ માટે પધારેલ બધા અતિથીગણો એ જોરદાર તાળીઓ નાં ગડગડાટથી હોસ્પિટલનાં બધા જ કર્મચારીઓ નું સ્વાગત કર્યું.

આ કાર્યક્રમ નાં અતિથિ હાર્દિક હુંડીયા એ જણાવ્યું કે કોરોના સંક્રમણ નો ભય જેટલો બાહર છે તેટલો અંદર જણાતો નથી. બધા જ કર્મચારીઓ નો ધન્યવાદ માનવા ની સાથે હાર્દિક હુંડીયા એ કહ્યું કે આપ જે સેવા આપી રહ્યા છો તે દેશ કયારેય ભુલશે નહીં. કાર્યક્રમ માં આવેલ બધા જ અતિથીગણો એ એક સૂર માં કહ્યું કે હોસ્પિટલમાં કોઈપણ વસ્તુ ની આવશ્યકતા હોય તો અડધી રાત્રે પણ અમે સૌ આપ સૌની સાથે છીએ. આ કાર્યક્રમ નાં આયોજક વસંત ગલીયા એ જણાવ્યું કે આ ડ્રેગન ફ્રુટ કચ્છ થી લાવવામાં આવેલ છે. આ ફળ નાં વખાણ ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી પણ કરેલ છે. હાર્દિક હુંડીયા એ કહ્યું કે સેવન હીલ્સ હોસ્પિટલનાં ડીન, ડોક્ટર, નર્સ, કર્મચારીઓ, તથા સિક્યુરિટી આ સૌ ધન્યવાદને પાત્ર છે.

ડર્યા વગર દિલથી તેઓ કોરોના દર્દીઓ ની સેવા કરીને તેમને સ્વસ્થ કરી ને ઘરે મોકલે છે. ઈમ્યુનિટી ફોર કોરોનાનું નામ જેને આપવામાં આવ્યું છે તે છે મયોશા કંપનીનાં ડ્રેગન ફ્રુટ. વિશાલ મહેન્દ્ર ગડા, કલ્પેશ હરિયા, સાગર ઠક્કરે મળી ને ૩૦૦૦ ડ્રેગન ફ્રુટ નું વિતરણ ઋણાનુબંધ નાં ટ્રસ્ટી વસંત ભાઈ ગલીયા દ્રારા આ કાર્યક્રમ માં સ્ટાર રિપોર્ટ સમૂહનાં હાર્દિક હુંડીયા, હોસ્પિટલનાં ડીન ડોક્ટર અડસુલે, એડીસનલ ડીન સ્મીતા, ડોક્ટર મહારુદ્રા, છાયા પારેખ, દિપેન માલદે, ગૌરવ ગલીયા સહિત મહાનુભાવ ઉપસ્થિત હતા.

IMG-20200801-WA0075-0.jpg IMG-20200801-WA0076-1.jpg

Amit Patel

Amit Patel

Right Click Disabled!