અયોધ્યામાં છવાયો ઉત્સવી માહોલ, ભૂમિ પૂજનના કાર્યક્રમની તડામાર તૈયારી

અયોધ્યામાં છવાયો ઉત્સવી માહોલ, ભૂમિ પૂજનના કાર્યક્રમની તડામાર તૈયારી
Spread the love

રામ નગરી અયોધ્યામાં (Ayodhya) 5 ઓગસ્ટે રામ મંદિરના (Ram Mandir) ભૂમિ પૂજનનો ભવ્ય કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે. આ કાર્યક્રમને પગલે અયોધ્યા નગરમાં ઉત્સવી માહોલ તો છવાયો જ છે, પણ સાથે-સાથે સુરક્ષાનો પણ ચાંપતો બંદોબસ્ત ગોઠવાઈ રહ્યો છે. સમગ્ર અયોધ્યા નગરી રામલલાની આતુરતા પૂર્વક રાહ જઈ રહી છે. 5 ઓગસ્ટે PM મોદીના (PM Modi) આગમન અને ભૂમિ પૂજનના કાર્યક્રમને તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

આ માટે હવે અયોધ્યાને પીળા રંગથી શણગારવામાં આવી છે. ભૂમિ પૂજનના ધ્યાનમાં રાખીને અયોધ્યાને શણગારવામાં આવી રહી છે. અયોધ્યાની દરેક દીવાલ ભગવાન રામના રંગે રંગાયેલી જોવા મળી રહી છે. અયોધ્યામાં આવેલા પૂલ અને પિલર્સને પણ રામાયણના ચિત્રોથી સજાવી દેવામાં આવ્યા છે. રામ મંદિરના ભૂમિ પૂજનને પગલે સરયુના ઘાટને રંગબેરંગી ઝાલરોથી સજાવવામાં આવી રહ્યાં છે, તો ક્યાંક મંદિરોને રોશનીથી શણગારવામાં આવી રહ્યાં છે.

પ્રસાદ વિતરણ માટે ખાસ વ્યવસ્થા
કોરોના વાઈરસના વધતા સંક્રમણ વચ્ચે ભલે રામ મંદિરના ભૂમિ પૂજનમાં મર્યાદિત લોકોને જ આમંત્રણ આપવામાં આવ્યું હોય, પરંતુ પ્રસાદ ભરપુર માત્રામાં તૈયાર કરવામાં આવી રહ્યો છે. આ માટે અયોધ્યાના વિભિન્ન મઠ અને અખાડાઓમાં દેશી ઘીના લાડવા તૈયાર કરવામાં આવી રહ્યાં છે. અહીં સ્ટીલના 1,11,000 ડબ્બાઓમાં દેશી ઘીના લાડૂ પ્રસાદ તરીકે વિતરણ કરવામાં આવશે. આ પ્રસાદ અતિથિઓ સાથે ભક્તોને પણ વિતરીત કરવામાં આવશે.

સુરક્ષા માટે ચાંપતો બંદોબસ્ત
ભૂમિ પૂજનના કાર્યક્રમને પગલે રામ નગરીને સજાવવાની અન્ય તૈયારીઓ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષાને લઈને પણ ખાસ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. આતંકવાદી હુમલના ઈનપુટને જોતા અહીંની સુરક્ષા પર દેખરેખ રાખવા અને સ્થિતિની સમીક્ષા માટે સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ (SPG)ની એક ટીમ અયોધ્યા પહોંચી ગઈ છે.

આ સાથે જ કોરોના વાઈરસના સંક્રમણથી બચવા માટે પણ ખાસં વ્યવવસ્થા કરવામાં આવી રહી છે. વડાપ્રધાન મોદીની મુલાકાતને ધ્યાનમાં રાખીને અયોધ્યામાં વહીવટી તંત્ર તમામ પ્રોટોકોલનું પાલન કરાવી રહ્યું છે. વહીવટી તંત્રનું ફોકસ કોરોના વાઈરસના સંક્રમણને લઈને પણ છે.

આ અંગે અયોધ્યાના DIG દીપક કુમારે જણાવ્યું કે, વડાપ્રધાનની સુરક્ષા મુદ્દે તમામ એજન્સીઓ સાથે બેઠક યોજાઈ હતી. કોવિડ પ્રોટોકૉલ અંતર્ગત અયોધ્યામાં 5 ઓગસ્ટે એક ઠેકાણે એક સાથે 5 લોકોથી વધુને એકઠા નહીં થવા દેવામાં આવે. આ સિવાય જેટલા પણ VVIP આવશે તે તમામની સુરક્ષા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. અયોધ્યામાં ધાબાઓ પર ATSના સ્નાઈપરો તૈનાત કરવામાં આવશે. આ ઉપરાંત ડ્રોન કેમેરાથી ચાંપતી નજર રાખવામાં આવશે.

આ સિવાય સિવિલ ડ્રેસમાં પોલીસના જવાનો ચારે બાજુ બંદોબસ્તમાં હશે. PM મોદીના 5 ઓગસ્ટે અયોધ્યા આગમન પહેલા એક વખત ફરીથી CM યોગી આદિત્યનાથ 2 ઓગસ્ટે તૈયારીની સમીક્ષા કરશે. તેમની સાથે નાયબ મુખ્યમંત્રી ડૉ દિનેશ શર્મા પણ હાજર રહેશે. સંતો-મહાત્માઓ સાથે બેઠક કરવા ઉપરાંત CM અને DyCM અહીં વડાપ્રધાન મોદીની સુરક્ષાને લઈને પણ બેઠક કરશે.

IMG-20200801-WA0058.jpg

Admin

Dhaval Gajjar

9909969099
Right Click Disabled!