વિન્ડવર્લ્ડ કંપનીની પવન ચક્કીઓમાં થયેલ વાયરચોરીનો ગુનો ઉકેલતી કાલાવાડ પોલીસ

Spread the love

પોલીસ અધિક્ષકથી શરદ સીંઘલ સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક જામ. ગ્રામ્ય વિભાગના શ્રી કૃણાલ દેસાઇ સાહેબ તથા ધ્રોલ સર્કલ ઇન્ચાર્જ શ્રી આર.બી. ગઢવી સાહેબના નાઓએ ચોરી થયેલ અંડિકેટ ગુન્હાઓને ડિટેક્ટ કરવા અંગેનું માર્ગદર્શન તથા સુચના આપેલ હોય. જે આધારે કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનના FIR No.૦પ/૧૨૯ આઇ.પી.સી.ની કલમ 380, 461 મુજબના ગુન્હાના કામે પવન ચક્કીમાંથી અર્થીંગ કોપર કેબલ વાયર ૧૩૫ મીટર જેની ૪૭૨૫૦/-નું કોઇ ચોર ઇસમ ચોરી કરી ગયેલાની ફરિયાદ દાખલ થયેલ.

જે અંડિકેટ ગુન્હાને ડિટેકટ કરવા સારૂ થાણા અધિકારી શ્રી PSI એસ.એમ.રાદડિયા સાહેબ તથા સર્વેલન્સ સ્ક્વોડના માણસો સાથે પો.સ્ટે.વિસ્તારમાં અલગ-અલગ ટીમો બનાવી રાત્રી ધર દરમ્યાન પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન PSI એસ.એમ. રાદડીયા સાહેબને બાતમી હકિકય મળેલ ગુન્હાના આરોપી ચોરીમાં ગયેલ મુદ્દામાલ લઈ ભાયાવદરથી રાજકોટ લઈને વેચવા નીકાળવાના હોય જે ઉકત આધારે અરલા ગામના બસસ્ટેન્ડ પાસે વોચમાં ચોરીમાં ગયેલ મુદ્દામાલ તથા આરોપીઓને પકડી પાડેલ છે. આગળની પરીત કાર્યવાહી કરવામાં આવેલ છે.

– કપિલ ખીમનાણી (જામનગર)

Admin

Rohit Merani

9909969099
Right Click Disabled!