GPSC પરીક્ષાની તૈયારી, વિનામૂલ્યે ઓનલાઇન માર્ગદર્શન, 62 ઉમેદવાર જોડાયા

GPSC પરીક્ષાની તૈયારી, વિનામૂલ્યે ઓનલાઇન માર્ગદર્શન, 62 ઉમેદવાર જોડાયા
Spread the love
  • રોજગાર કચેરી દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે વેબિનાર યોજાયો

જામનગર મદદનીશ નિયામક (રોજગાર)ની કચેરી દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કેમ કરવી, કેવી રીતના વર્ગ-૨, ૩ની પરીક્ષાઓ પાસ કરવી તેવા વિષય અન્વયે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ કરતા શહેર-જિલ્લાના ભાઇઓ-બહેનો માટે ફ્રી માર્ગદર્શન વેબિનાર યોજાયો હતો. જેમાં રોજગાર અધિકારી સરોજબેન સાંડપાએ પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી, જેવા પુસ્તકો વાંચવા તે અંગે સમજાવ્યું હતું. જ્યારે કેરિયર કાઉન્સેલર અંકિતભાઇ ભટ્ટ દ્વારા પીપીટી ઓનલાઇન બતાવીને ગુગલ મીટ દ્વારા જોડાયેલા ૬૨ ઉમેદવારોને પ્રિલિમ્સ એક્ઝામ, મેઈન્સ એક્ઝામ અંગે તથા ક્યા પ્રકારના ફોર્મ ભરવું તથા પરીક્ષાનો સિલેબસ વિશે માહિતી આપી હતી.

વેબિનાર માટે સોશિયલ મીડિયામાં રોજગાર કચેરીના ફેસબુક પેજ પર લીંક અને માહિતી મૂકાઈ હતી, ૪૦૦ ઉમેદવારોને ઇ-મેઇલ કરાયા હતાં. પૈકી ગુગલ ફોર્મમાં ૧૪૬એ રજીસ્ટ્રેશન કર્યું અને ૬૨ ઉમેદવારોએ ઓનલાઇન વેબિનારમાં ભાગ લઇ માહિતી મેળવી હતી. કાઉન્સેલર અંકિતભાઇએ જણાવ્યું હતું કે, ટૂંક સમયમાં જ આઈ.ટી.આઈમાં એડમિશનની માહિતી, આર્મી-લશ્કરી ભરતી મેળામાં જોડાવા માટેની માહિતી, તથા ઇફેક્ટિવ રિઝયુમ કેમ બનાવવું, જેવા વિષયો પર વેબિનાર યોજવામાં આવશે. તેની માહિતી employment office jamnagar ફેસબુક પેજ પર મુકવામાં આવશે તથા કચેરી ખાતે નોંધણી કરેલા ઉમેદવારો ઈ-મેઈલ કરીને જાણ કરવામાં આવશે. જેમાં જામનગર જિલ્લાના ઉમેદવારોએ મહત્તમ લાભ લેવા અનુરોધ કર્યો છે.

– રોહિત મેરાણી (જામનગર)

images-1.jpeg

Admin

Rohit Merani

9909969099
Right Click Disabled!