ગિરનાર રોપ-વે સાઇટની મુલાકાત લેતા પ્રવાસન મંત્રી શ્રી જવાહરભાઈ ચાવડા

Spread the love

જૂનાગઢ : આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી નિર્માણાધીન ગિરનાર રોપ-વે સાઇટની આજે પ્રવાસન મંત્રી શ્રી જવાહરભાઇ ચાવડાએ મુલાકાત લીધી હતી 2.5 કિલો મીટર લંબાઇ ધરાવતા આ રોપ-વે પ્રોજેક્ટ ની ડિઝાઇન ઓસ્ટિયામાં બની છે. જે એશિયાની સૌથી મોટી રોપવે ડિઝાઇન ડોપલમાયર કંપની છે.
ઉષા બ્રેકો પ્રાઇવેટ લિમિટેડના પ્રેસિડેન્ટ મનોજ પવારે લેટેસ્ટ ટેકનોલોજી સાથેના એશિયામાં સૌપ્રથમ નિર્માણ થનાર ગિરનાર રોપ-વે પ્રોજેકટની મંત્રીશ્રીને તલસ્પર્શી વિગતો આપી હતી.ટ્રોલી, રોપ-વેની ક્ષમતા લોઅર સ્ટેશન સહિતની વિગતો તેમણે આપી હતી. મંત્રીશ્રી આ મુલાકાત પ્રસંગે જૂનાગઢના મેયર ધીરૂભાઈ ગોહૈલ કલેકટર ડો. સૌરભ પારઘી, કમિશનર તુષાર સુમેરા સહિત વહીવટી તંત્રના અને ઉષા બ્રેકો કંપની લિમિટેડ ના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
જૂનાગઢ બ્યુરોચીફ

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!