દામનગર : ગેરકાયદેસર દબાણ કરવું હોય તો પાલિકા સદસ્ય અથવા પાલિકા કર્મચારી હોવા જરૂરી…!

દામનગર : ગેરકાયદેસર દબાણ કરવું હોય તો પાલિકા સદસ્ય અથવા પાલિકા કર્મચારી હોવા જરૂરી…!
Spread the love
  • દામનગર નગર પાલિકા વિસ્તાર માં સરકારી જમીન ઉપર દબાણ કરવું છે ? લાયકાત પતિ પત્ની બંને પાલિકા ના સદસ્ય અથવા કર્મચારી હોવા જોઈ એ કોઈ પણ જાતની બાંધકામ મંજૂરી વગર પ્લાન નકશા વગર ગમે તેવું ગેરકાયદેસર બાંધકામ કરવા ની છૂટ મળી ગઈ સમજો

દામનગર પુરબીયા શેરી ના રહીશ નગર પાલિકા ના મહિલા સદસ્ય શાસક બોર્ડ ના સભ્ય છે અને પતિ પાલિકા સંચાલિત હાઇસ્કૂલ ના કર્મચારી છે
બંને પતિ પત્ની એ ગરીબ શ્રમિક પરિવાર ના માત્ર ત્રણ ફૂટ ના હલણ માં દોઢ ફૂટ નું દબાણ કરી કાયમી હક્ક બંધ કરતા શ્રમિક પરિવારે દામનગર પાલિકા અને પોલીસ માં લેખિત રજુઆત કરતા પાલિકા તંત્ર એ તા૩૧/૭/૨૦૨૦ ના રોજ જા નં એસ્ટા ૧૦૭/ ૨૦૨૦ થી પાલિકા ના મહિલા સદસ્ય દર્શનાબેન ના પતિ હરેશભાઇ ધીરજભાઈ ત્રિવેદી ને નોટિસ પાઠવી કે પાઠવવી પડી ? દિન સાત માં માલિકી આધારો રજૂ કરવા પાલિકા એ નોટિસ આપી પણ પાલિકા સદસ્ય દર્શનાબેન હરેશભાઈ ત્રિવેદી એ એટલી ઝડપ થી મકાન બાંધકામ ઉપાડ્યું કે દિન સાત પૂરું થાય જશે આટલી બધી ઝડપ કેમ ?

શહેરી વિસ્તાર માં ૧૨૫ વાર માં રહેણાંક મકાન ની મંજુરી નહિ લેવા ની શહેરી વિકાસ વિભાગ ની ગાઈડ લાઇન્સ નું અવળું અર્થ ઘટન જાતે કરી લેતા પાલિકા મહિલા સદસ્ય અને પાલિકા કર્મચારી એ પાલિકા તંત્ર માં કોઈ પ્લાન નકશા રજૂ કર્યા વગર ગરીબ શ્રમિક પરિવાર નો માત્ર ત્રણ ફૂટ નો હાલચાલ નો રસ્તો કાયમી બંધ કરી દોઢ ફૂટ રહેવા લઈ પાકું બાંધકામ કરી લેતા શ્રમિક પરિવારે પાલિકા અને પોલીસમાં લેખિત રજુઆત કરી ખાનગી માલિકી હોય તો ગમે તેમ કરવા છૂટ મળી ગઈ તેમ માની પાલિકાના મહિલા સદસ્ય અને પતિ પાલિકા સંચાલિત સ્કૂલના કર્મચારી હોવાથી પદનો ભારે દૂર ઉપીયોગ કરી ગરીબ શ્રમિક પરિવારોના કાયમો હક્ક બંધ કરી ગમે તેમ બાંધકામ કરી શકે છે ?

ગરીબ શ્રમિક પરિવારને દબાણ અંગે રજુઆત કરશો તો ખોટા પોલીસ કેસમાં ફસાવી દેવાની ધમકી આપી ચૂપ રહેવા ફરજ પડતા શિક્ષત દંપતી એ પોતાના સંયુક્ત પરિવારના નામે રેવન્યુ રેકર્ડ માં ચાલતી માત્ર ૩૪ વાર જમીન ને વધુ વિસ્તારવા ચારેય દિશા એ દબાણ કરી અનેક શ્રમિક પરિવારો ના હલાણ કાયમી હક્ક બંધ કરતા પાલિકા તંત્ર પણ ચૂપ રહ્યું પાલિકા ના આકારણી રજી એ મજમુ મિલકત પોતા ના નામે ચડાવ્યા વગર પ્લાન નકશા ઓ કે બિલ્ડપ એરિયા નક્કી કર્યા વગર પોતાના રહેણાંક મકાન સામે બારી દરવાજા મુક્યા વગર પોતાની માલિકીની જમીન થી વધુ ગરીબ પરિવારની જમીન દબાણ કરી પુરબીયા શેરીના રહેણાંક વિસ્તારમાં શીટ નંબર ૧૬ ચાર્ટ નં ૧૯ ઉપર ચાલતી ૩૪-૪૧ ચોમી મકાનનું ખુલ્લું ફળ્યું વળાંકી લેવા શીટ નંબર ૧૬ ચાર્ટ નં ૧૮ ઉપર ચાલતી ૨૬-૬૨ ચોમીના મકાન સહિત ત્રણ પરિવારોના હક્ક કાયમી બંધ કરી દબાણ કરતા પાલિકા ના શાસક બોર્ડના મહિલા સદસ્ય અને પતિ પાલિકા સંચાલિત સ્કૂલના કર્મચારી હોવા થી સંપૂર્ણ ગેરકાયદેસર રીતે દબાણ કરી બાંધકામ કરી ગરીબ શ્રમિક પરિવારોના કાયમી હક્ક બંધ કરતા લાચાર ગરીબ શ્રમિક પરિવારે પાલિકા તંત્ર અને પોલીસ સમક્ષ દાદ માંગી પાલિકાના મહિલા સદસ્ય દર્શનાબેન અને કર્મચારી પતિ હરેશભાઈ ત્રિવેદી ની માલિકી ની જમીન કેટલી ?

પ્લાન નકશા કે રેવન્યુ રેકર્ડ માં બહાર રહેતા કુટુંબીઓની સંયુક્ત માલિકી ની જમીન પોતા ની માલિકી ના હોવા છતાં અનેકો ના હલાણ બંધ કરી સંપૂર્ણ ગેરકાયદેસર દબાણ કરી મકાન બનાવતા પાલિકા સદસ્ય વિરુદ્ધ ગરીબ શ્રમિક પરિવારે સ્થાનિક પોલીસ અને પાલિકા તંત્ર સમક્ષ ધા નાખી ગરીબ પરિવાર નો કાયમી હક્ક બંધ કરતા પાલિકા એ મને કમને નોટિસ આપી આ દંપતી ની સંયુક્ત માલિકી ની જમીન ઉપર મકાન બનાવવા કોણે અધિકાર આપ્યા જમીન ની માલિકી કેટલી અને બિલ્ડપ એરિયા કેટલો ? પોતા ની માલિકી સિવાય ની ખાનગી જમીન કેટલી ક્યાં થી કેવી રીતે મેળવી? સંયુક્ત રસ્તો બંધ કરવા ની જમની કેવી રીતે મેળવી ? જેવા અનેકો પ્રશ્નો ઉભા કરતું પાલિકા સદસ્ય નું ગેરકાયદેસર નું બાંધકામ પાલિકા તંત્ર અટકાવશે કે કેમ ?

રિપોર્ટ : નટવરલાલ ભાતિયા (દામનગર)

IMG-20200801-WA0002.jpg

Natvarlal Bhatia

Natvarlal Bhatia

Right Click Disabled!