ગુજરાત રાજ્યના 38માં નવા ડીજીપી તરીકે આશિષભાઈ ભાટીયાની પસંદગી પ્રશંસનીય

ગુજરાત રાજ્યના 38માં નવા ડીજીપી તરીકે આશિષભાઈ ભાટીયાની પસંદગી પ્રશંસનીય
Spread the love

ગુજરાતના નવા 38 મા ડીજીપી આશિષ ભાટીયા સાહેબ જેઓ અમદાવાદમાં સેક્ટર 2 માં ડી.સી.પી.ની પોસ્ટ ઉપર હતા ત્યારે તેમણે અમદાવાદની પ્રજા માટે સર્વશ્રેષ્ઠ કામગીરી બજાવી ચૂક્યા છે. જેમાં આશિષ ભાટીયા સાહેબનો એક જ ધ્યેય અને અેક જ શબ્દો હતા કે હવે અમદાવાદમાં બીજો લતીફ ડોન બનવા નહીં દેવાનો સંકલ્પ લીધો હતો. એક સમયે ક્રમિનલોને પકડવામાં સમગ્ર ભારત દેશભરમાં મુંબઈ ક્રાઈમ બ્રાંચનો નંબર વન કહેવાતો હતો, તેવા સમયે ક્રિમિનલોને પકડીને જેલમાં ધકેલી અમદાવાદ પોલીસ ખાતાને નંબર વન બનાવનાર આશિષ ભાટિયા સાહેબનો સિંહફાળો રહ્યો હતો. અમદાવાદમાં થયેલ બોંમ બ્લાસ્ટના આરોપીઓની શોધ ગણતરીના કલાકોમાં કર્યા બાદ, ગણતરીના દિવસોમાં જ પકડીને બધા આરોપીઓને જેલ ભેગા કરી દીધા હતા.

આશિષ ભાટીયા રાત-દિવસ ખાધા-પિધા વગર પોતાની ટીમ સાથે ઉભા રહીને અમદાવાદના કહેવાતા તમામ મોટાભાગના ક્રમિનલો(ગુન્હેગારો) ને પકડીને જેલ ભેગા કરતા જેલમાં સૌથી વધારે આરોપીઓ ભરવાનો રેકોર્ડ નવા ડીજીપી એ મેળવ્યો છે અને અસંખ્ય ગુન્હા ડીટૈક કરીને અમદાવાદના રહીશોને ન્યાય અપાવ્યો હતો. દરેકની એક ગુન્હા ડીટૈક કરવાની પોતાની ટ્રિક હોય છે, પરંતું આ આશિષ ભાટીયા સાહેબ જોડે એવી ટ્રિક હતી કે એમના દ્વારા પકડાયેલા આરોપીઓ બીજી વખત ગુન્હા કરવાનુ સ્વપ્ને પણ વિચારતા ન હતા. આમ અનેક ગેંગનો અંત લાવેલ છે. આશિષ ભાટીયા સાહેબ જેઓએ ગુનાહિત પ્રવૃત્તિઓ કરતી ગેંગોના આરોપીઓને જેલમાં મોકલી આપેલ એ સત્ય આપ જનતાને જણાવેલ હોઈ જાંબાઝ, ઈમાનદાર ઓફિસર, રાજ્યના કડક પોલીસ ઓફિસર અને ગુજરાત રાજ્યના શ્રેષ્ઠ પોલીસ અધિકારી શ્રી આપણા ગુજરાતના નવા ડીજીપી તરીકે જનતાને મળ્યા છે, તો આપણો પણ ધર્મ અને આપણી ફરજ બને છે કે આપણને પણ 38માં નવા ડીજીપી તરીકે આશિષભાઈ ભાટીયા મળ્યા હોઈ હુકમનુ પાલન કરી અને પોલીસને સારો સાથ સહકાર આપીએ.

રિપોર્ટ : તુલસી બોધુ, બ.કા.
દૈનિક લોકાર્પણ ન્યૂઝ

images-3.jpg

Admin

Tulsibhai

9909969099
Right Click Disabled!