જૈન સમાજ દ્વારા શ્રી રામ મંદિર નિર્માણના ભૂમિપૂજન માટે 24 કિલો રજત RSS અને VHPને અર્પણ

જૈન સમાજ દ્વારા શ્રી રામ મંદિર નિર્માણના ભૂમિપૂજન માટે 24 કિલો રજત RSS અને VHPને અર્પણ
Spread the love

પ્રવર સમિતિના તપાગચ્છાધિપતિની પાવન શુભ નિશ્રામાં જૈન સમાજે શ્રીરામ મંદિર નિર્માણના ભૂમિ પૂજન માટે 24 કિલો રજત સંઘ અને વિહિપને અર્પણ કરેલ

પ્રવર સમિતિના તપાગચ્છાધિપતિ આ.ભ.શ્રી મનોહરકીર્તિસાગરસૂરીશ્વરજી મહારાજા અને પ.પૂ.આ.ભ. ઉદયકીર્તિસૂરીશ્વરજી મહારાજાના સાનિધ્યમાં અને રાષ્ટ્રી સંત પ.પૂ.આ.ભ.પદમસાગરસૂરીશ્વરજી મહારાજાના અમદાવાદના આશીર્વાદ થી આયોજન નગર ખાતે તેમજ પ્રવર સમિતિના ગચ્છાધિપતિ આચાર્ય શ્રી વિજયઅભયદેવ સૂરીશ્વરજી મહારાજા (કાર્યવાહક), સુરત ખાતે સવા પાંચ કિલો રજત અર્પણનો કાર્યક્રમ થયેલ અન્ય સાડા ત્રણ કિલો રજત પણ પૂજ્યશ્રીની પ્રેરણાથી લાભ લેવાયેલ છે અમદાવાદ અને સુરત બન્ને સ્થાનોમાં થઇ અને 24 કિલો રજત અર્પણ થયેલ.

પૂજ્ય ઉદયકીર્તીસૂરીજી એ જણાવેલ કે રામજન્મભૂમિ મંદિર નિર્માણ કાર્ય વિના વિઘ્ને પૂર્ણ થાય તે માટે તપાગચ્છાધિપતિ 92 વર્ષની જેફ વયે જીવનના છેલ્લા શ્વાશ સુધી નમસ્કાર મહામંત્રના જાપનું સ્મરણ કરશે તેમજ સમગ્ર વિશ્વમાંથી કોરોના મહા-મારી દૂર થાય તે માટે મધ્ય રાત્રીએ 4 કલાક સુધી સતત જાપ કરે છે અને આ ચોવીસના 24 તીર્થંકર ભગવાન છે માટે 24 કિલો રજત ભૂમિ પૂજન અર્થે અયોધ્યા તીર્થમાં શ્રીરામ જન્મ ભૂમિ તીર્થ ક્ષેત્ર માં મહાસચિવ શ્રી ચંપતરાયજીને સંઘ અને પરિષદ દ્વારા અર્પણ કરવામાં આવશે.

તેમજ પૂજ્ય ઉદયકીર્તીસૂરીજી વધુમાં જણાવેલ કે સંતો-મહંતોના ચરણ સ્પર્શથી પાવન ભારતની પવિત્રભૂમિની ઓળખ નહિ હોય તે ખરેખર કમનસીબ હશે પણ આજે ભારત પાસે મજબૂત નેતૃત્વ માન્ય વડાપ્રધાન નરેન્દ્રમોદીજીનાં રૂપમાં છે અને 5 ઓગસ્ટ તેમના સ્વ હસ્તે અયોધ્યા તીર્થની ભૂમિને રજત અર્પણ કરી ભૂમિ પૂજન કરવામાં આવશે. ભૂમિ પૂજનના મહાન દિવસે જૈન સમાજના અને સર્વે ધર્મોના લોકોને અપીલ કરેલ કે પોતના ઘરમાં દીપાવલી મનાવવા દીપ પ્રગટાવવા પ્રમુખ તીર્થ સ્થાનોમાં પણ દીપ પ્રાગટ્યની રોશની થાય તેમજ મંગલિક સ્વરુપે આયંબિલનો તપ આદિ પણ કરવામાં આવે અને એકબીજાને ધર્મના આચરણ પ્રમાણે મ્હોં મીઠું કરાવે એવી ભાવના વ્યક્ત કરેલ.

શ્રીમદ્દ બુદ્ધિસાગર સૂરિ સમાધિ મંદિર જૈન ટ્રસ્ટ વિજાપુરના ટ્રસ્ટી ગણ શ્રી જયેશભાઇ કોઠારી, શ્રી સૌમિલભાઈ ભાવનગરી અને 6 કિલો રજત અર્પણ કરવાના લાભાર્થી શ્રી વૈભવભાઈ દીપકભાઈ શાહ પાટણવાળા પરિવાર પૂજ્યશ્રીની પ્રેરણાથી ઉપસ્થિત રહેલ.

સમગ્ર ભારત દેશમાં સર્વે ધર્મો વચ્ચે સમન્વય અને ભાઈચારીની ભાવના અવિરત પણે સતત આગળ વધે કોઈના પણ જીવનમાં રાગ,દ્રેષ અને અહંકાર ઉજાગર થાય નહિ અને દેશની એકતા જેમાં જાતિ, પંથ, ભાષા, ક્ષેત્રથી આગળ વધીને સમગ્ર રાષ્ટ્ર સંગઠિત થાય સ્વાભિમાન, આત્મવિશ્વાસ દેશનુ ગૌરવ બને.આ તમામ હિતોને ધ્યાને રાખી એક થઈશું તો દેશની વિભાજનકારી નીતિમાંથી આત્મવિશ્વાસ ભર્યું કલ્યાણકારી પરિવર્તન આવશે અને ભારત દેશ વિશ્વમાં મહા-શકતી સ્વરૂપે ઓળખ પેદા કરશે તેમ વિહિપ ઉત્તર ગુજરાત પ્રાંત સમન્વય મંચ પ્રમુખ કેતનભાઈ શાહે જણાવેલ.

જૈન ધર્મના સર્વે પ્રમુખ તીર્થોનો સંપૂર્ણ વહીવટ અને તેમાં સમાવેશ થયેલ સનાતની ધર્મોના સ્થાનોમાં પણ જૈન પરંપરા પ્રમાણે પૂજા, અર્ચના અને વિધિ વિધાન સંપૂર્ણ ભાઈચારાની ભાવના થી થાય છે એજ સદભાવના હિન્દૂ હિત માટે સદાય આણંદજી કલ્યાણજી પેઢી જાળવતી આવેલ છે તેમજ પેઢીના ટ્રસ્ટીશ્રી શ્રીપાલભાઈ અને સુદીપભાઈ એ આજે અયોધ્યા શ્રીરામ મંદિર ભૂમિ પૂજન માટે પાંચ કિલો અને ત્રણસો ગ્રામ રજત સંઘ અને વિશ્વ હિન્દૂ પરિષદના ઉપસ્થિત પદસ્થોને અર્પણ કરેલ.

કોરોના મહા-મારીના લોકડાઉન સમયે રાજનગરના પથ પર કોરોનાની સામે ઉભા રહીને માનવસેવાનુ ઉત્કૃષ્ટ કાર્ય કરેલ છે તેમણે જણાવેલ શ્રી રામ મંદિર નિર્માણ સમયે સંતો- મહંતો ના આશીર્વાદ તેમની ઉપસ્થિતિ થી પોઝિટિવ વાયબ્રેશન ઉત્પન્ન થશે તેમજ સમગ્ર ભરતના પવિત્ર તીર્થોના જળ અને રજ થી પાવન ભૂમિ અયોધ્યા વધારે પાવન થશે અને માનનીય વડાપ્રધાન નરેન્દ્ર્ભાઈના હસ્તે ભૂમિ પૂજન થશે તે સમયે સમગ્ર દેશમાં સાત્વિક પવિત્ર ઉર્જાનું નિર્માણ થશે અને કોઈજ મહા-મારી ભારત દેશમાં લાંબુ નહિ ટકી શકે તેવો વિશ્વાસ ડૉ ભુપેશભાઈ શાહે વ્યક્ત કરેલ.

શ્રી જગવલ્લભ ભાતા ઘર કમિટીના ટ્રસ્ટી ડૉ. ભુપેશભાઈ ડી શાહે 1 કિલો રજત, શ્રી શ્રી આંબાવાડી જૈન સંઘના પ્રમુખ પ્રવીણભાઈ આત્મારામ શાહે 1 કિલો રજત, શ્રીમતી વર્ષાબેન અજયભાઇ (લાલસા) 1 કિલો રજત , શ્રીમતી છાયાબેન દીપકભાઈ (પાટણવાળા) 1 કિલો રજત, જૈન સમાજના અગ્રણી હર્ષદભાઈ શાહ, દિલીપભાઈ શાહ, કેતનભાઈ શાહ, પ્રવીણભાઈ આત્મારામ, ડૉ. ભુપેશભાઈ ડી શાહ, ઉપસ્થિત રહેલ.

રજત અર્પણના શુભ પાવન પ્રંસગે આર.એસ.એસ.માંથી મહાનગર સંઘ ચાલક શ્રી મહેશભાઈ પરીખ , શૈલેષભાઈ પટેલ પ્રાંત સહકાર્યવાહ તેમજ વિશ્વ હિન્દૂ પરિષદમાંથી રાજુભાઈ ઠાકર ઉ.ગુ.પ્રાંત અધ્યક્ષ, અશ્વિનભાઈ પટેલ ઉ.ગુ.પ્રાંત મંત્રી, હર્ષદભાઈ ગિલેટવાળા કાર્ય અધ્યક્ષ, કેતનભાઈ શાહ ઉ.ગુ.પ્રાંત સમન્વયમંચ પ્રમુખ, લક્ષ્મણદેવ ચુડાસમા ઉ.ગુ.પ્રાંત વિશેષ સંપર્ક તેમજ પરેશભાઈ ભુપતાની ઉપસ્થિત રહેલ અને 24 કિલો રજત જૈન સમાજ તરફથી સ્વીકારેલ.

IMG-20200802-WA0016.jpg

Admin

Dhaval Gajjar

9909969099
Right Click Disabled!