બાયડના માધવકંપાના પટેલ ફળી, શતપંથ મંદિર પાછળનો વિસ્તાર કન્ટેઇનમેન્ટ ઝોનમાં સમાવિષ્ટ
હાલમાં વિશ્વભરમાં કોરોના વાયરસ COVID-19 ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્રારા વૈશ્વિકમહામારી જાહેર કરેલ છે. ભારતમાં પણ COVID-19ના કેસો નોંધાયેલ છે. જે બાબતે ભારત સરકારશ્રી અને ગુજરાત સરકારશ્રી દ્રારાસમયાંતરે કોરોના વાયરસ COVID-19 ને ફેલાતોઅટકાવવા માટે વિવિધ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવેલ છે. જે અનુસંધાને કોરોનાવાયરસ COVID-19 ઝડપી સંક્રમણનેધ્યાને લેતાં તકેદારીના ભાગરૂપે લોકોની વધુ અવર-જવર વાળા જાહેર અને ખાનગી સ્થળોએવાયરસને ફેલાતો અટકાવવા સારુપ્રતીબંધિત કરવામાં આવે છે.
જે અંતર્ગત અરવલ્લી જિલ્લામાં કોરોનાનો પોઝીટીવ કેસ બાયડતાલુકાના માધવકંપાના પટેલ ફળી,શતપંથ મંદિર પાછળનાર્વિસ્તારમાં નોંધાતા અરવલ્લી જિલ્લા કલેકટર શ્રી અમૃતેશ ઔરંગાબાદકરને તેમને મળેલીસત્તાની રૂએ ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ (૧૯૭૪ નો બીજો અધિનિયમ) ની કલમ-૧૪૪,ધ એપેડેમીક ડીસીઝ એકટ,૧૮૯૭ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ-૩૦ તથા૩૪ અન્વયે વાયરસ ઝડપી સંક્રમણને ધ્યાને લેતાં લોકોની સુરક્ષા બાબતે તકેદારીપગલાંરૂપે COVID-19 નો Containment Area (નિયંત્રિત વિસ્તાર) તરીકે જાહેર કરી લોકોની અવરજવરઉપર પ્રતિબંધ ફરમાવ્યા છે.
જેમાં COVID-19 નો કેસ મળીઆવેલ બાયડ તાલુકાના માધવકંપાના પટેલ ફળી,શતપંથ મંદિર પાછળના વિસ્તારને COVID-19 Containment Area તરીકે જાહેર કરવામાં આવેલ છે. જયારે પાંચ કિ.મીવિસ્તારને બફર ઝોન જાહેર કરેલ છે. જેમાં આ વિસ્તારના એન્ટ્રી અને એક્ઝીટ પોઇન્ટ પરથર્મલ સ્ક્રીનીંગ, વિસ્તારને આવરીલેતા મુખ્ય માર્ગો પર ચૂસ્ત પોલીસ બંદોબસ્ત તેમજ આવશ્યક સેવાઓ( તબીબી સેવાઓ અનેકાયદો અને વ્યવસ્થા સંબંધિત ફરજો સહિત) અને સરકારી વ્યવસ્થાપનની સાતત્યતા જાળવવાસિવાયની પરવાનગી વગર વસ્તીની આવાન-જાવનની પ્રવૃતિઓ પર જરૂરી નિયંત્રણો મુક્યા છે.
આજાહેરનામા અન્વયે સરકારી ફરજ ઉપરની વ્યક્તિઓ, વિસ્તારમાંથી પસાર થતાં તમામ માલવાહક વાહનો,આવશ્યક ચીજવસ્તુનું વેચાણ કરતાં પાસ ધારકોતેમજ ત્યાં આવેલા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ અને જથ્થાબંધ બજારોને નિયંત્રણમાંથીમુક્તિ આપવામાં આવશે, આ જાહેરનામુ તા. ૧૭ઓગસ્ટ- ૨૦૨૦ સુધી અમલી રહેશે જો કોઇ આ હુકમનો ભંગ કરતા માલૂમ પડશે તો તેમનીવિરૂધ્ધ ભારતીય દંડ સંહિતા-૧૮૬૦ ની કલમ-૧૮૮, ધ એપેડેમીક ડીસીઝ એકટ ૧૮૯૭ ધ ગુજરાત એપેડેમીક રેગ્યુલેશન, ૨૦૨૦ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ-૫૧ થી ૫૮મુજબ શિક્ષાને પાત્ર થશે.
રિપોર્ટ : સલીમ પટેલ (મોડાસા)