હળવદના ટીકર પાસેથી દેશી પિસ્તોલ સાથે શખ્સ ઝડપાયો

Spread the love

આગામી ૧૫ મી ઓગસ્ટ તેમજ તહેવારો અનુસંધાને મોરબી જિલ્લામાં ગેરકાયદેસર હથિયાર રાખતા ઇસમોને શોધી કાઢવા માટે કવાયત કરવામાં આવી રહી છે ત્યારે મોરબી એસ.ઓ.જી.નો સ્ટાફ હળવદ તાલુકા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો તે સમયે ભરતસિંહ ભીખુભા ડાભીને ખાનગીરાહે મળેલ હકિકત આધારે એસ.ઓ.જી.પીઆઈ જે.એમ.આલ ના માર્ગદર્શન હેઠળ ટીકર ગામ નજીક નવા ઘાટીલા ગામના રસ્તેથી આરોપી આમીન રફીકભાઇ ઓઠા જાતે સંધી (ઉ.૨૪) રહે . ટીકર નવાપ્લોટ વિસ્તાર મૂળ ગામ ફડા ફાટક પાસે માજી સૈનિક સોસાયટી ધ્રાંગધ્રા વાળો ગેરકાયદે હાથ બનાવટની પીટલ નંગ -૧ તથા જીવતા કાર્ટીઝ નંગ -૨ સાથે મળી આવ્યો હતો જેથી પોલીસે ૨૦,૨૦૦ ના મુદામાલ સાથે તેને પકડીને આર્મ્સ એકટ મુજબ ધોરણસર કાર્યવાહી કરી હતી અને આરોપીને હળવદ પોલીસ સ્ટેશનમાં સોપવામાં આવેલ છે આ કામગીરી એસ.ઓ.જી. જયપાલસિંહ ઝાલા, ભરતસિંહ ડાભી, સતિષભાઇ ગરચર, રમેશભાઇ રબારી તથા સંદીપભાઇ માવલા દ્વારા કરવામાં આવેલ છે.

Admin

Jagdish Parmar

9909969099
Right Click Disabled!