જૂનાગઢ A ડિવિઝન પોલીસ દ્વારા તાજેતરમાં થયેલ ચોરીઓનો ભેદ ઉકેલી મુદામાલ કબજે કરવામાં આવ્યો

જૂનાગઢ A ડિવિઝન પોલીસ દ્વારા તાજેતરમાં થયેલ ચોરીઓનો ભેદ ઉકેલી મુદામાલ કબજે કરવામાં આવ્યો
Spread the love

તાજેતરમાં જૂનાગઢ શહેરના માલીવાડા રોડ ઉપર આવેલ શિવ મંદિરમાં નાગદેવતા, ત્રિશુલ, આરતીનો સામાન મળી કુલ રૂ. 3,500/- ના મુદામાલની ચોરી થયેલ તેમજ એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી જ કબ્રસ્તાન પાસે આવેલ દરગાહ માથી લાકડાની લાઠી, રોકડ રકમ, લોખંડના તોલા, ઇલેક્ટ્રિક વજન કરવાનું મશીન, 15 જેટલા કબૂતર તેમજ દરગાહની વસ્તુઓ મળી કુલ રૂ. 5,500/- ની મતાની ચોરી થાયેલાનું જાણવા મળતા, બને કિસ્સામાં જુદા જુદા ફરિયાદીઓએ જૂનાગઢ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા, અલગ અલગ બે ઘરફોડ ચોરીઓની ફરિયાદ દાખલ કરી, એ ડિવિઝન પો. ઇન્સ. આર. જી. ચૌધરી, પીએસઆઈ આર.જી.મહેતા, પીએસઆઈ બી.આર.ચાવડા તથા સ્ટાફ દ્વારા તપાસ હાથ ધરવામાં આવેલ હતી. જૂનાગઢ રેન્જ ના ડીઆઇજી શ્રી મનીંદર પ્રતાપસિંહ પવાર સાહેબ તથા જુનાગઢ જિલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા જીલ્લામાં બનતા ઘરફોડ ચોરી, વાહન ચોરી, જેવા મિલકત વિરુદ્ધના ગુન્હાઓ શોધી કાઢી, આરોપીઓને પકડી પાડી, મુદામાલ કબ્જે કરવા માટે *જિલ્લાના તમામ પોલીસ અમલદારોને સુચનાઓ કરવામાં આવેલ છે.

જૂનાગઢ જિલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમશેટ્ટીની સૂચના આધારે જૂનાગઢ ડિવિઝન ના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ એ ડિવિઝન પો. ઇન્સ. આર.જી. ચૌધરી, પીએસઆઈ આર. જી. મહેતા, પીએસઆઈ બી.આર.ચાવડા તથા સ્ટાફના હે.કો. વિક્રમસિંહ, સુભાષભાઈ, પ્રવીણભાઈ, વિકાસભાઈ, મોહસીનભાઈ, અનકભાઈ, વનરાજસિંહ, દિનેશભાઇ, કમાન્ડ એન્ડ કંટ્રોલના પીએસઆઇ પી.એચ.મશરૂ તથા અનોપસિંહ, સહિતના સ્ટાફની ટીમ દ્વારા ટેક્નિકલ સોર્સ તથા સીસીટીવી ફૂટેજ આધારે મળેલ માહિતી આધારે પેટ્રોલીંગ દરમ્યાન મળેલ બાતમી આધારે આરોપી અદરેમાન ઇસ્માઇલભાઈ શેખ ઉ.વ. 56 રહે. ભાટિયા ધર્મશાળા રોડ, મેઘાણી મેન્શનના ડેલામાં, જુનાગઢને ઘરફોડ ચોરીમા ગયેલ મુદ્દામાલ ત્રાબાનો નાગ, પિતળની આરતી, ત્રિશુલ, દિવી, ટંકોરી, પ્લાસ્ટિકનો તેલ ભરેલો શિશો, ગુન્હામાં વાપરેલ ઓટો રીક્ષા GJ06AV7161 મળી, કુલ રૂ. 63,500/- ના મુદામાલ સાથે પકડી પાડી, ધરપકડ કરી, કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. તપાસ દરમિયાન બીજા ગુન્હામાં ગયેલ મુદામાલ 20 કિલોના મણકા નંગ 02 કિંમત રૂ. 1,500/- લાકડા કાપવાનું મશીન નંગ 01 કિંમત રૂ. 1,500/- , કબૂતર નંગ 15 કિંમત રૂ. 2,000/-કુરાન શરીફ, વિગેરે મળી કુલ રૂ. 5,300/- સહિતનો મુદામાલ પણ તપાસ દરમિયાન કબજે કરવામાં આવેલ છે.

પકડાયેલ આરોપી અદરેમાન ઇસ્માઇલભાઈ શેખની પૂછરછ કરતા, પોતે ઓટો રીક્ષા ચલાવતો હોઈ, લોક ડાઉન દરમિયાન બેકારી હોઈ, રૂપિયાની જરૂર પડતા આ ઘરફોડ ચોરી કરેલાની કબૂલાત કરેલ હતી. આમ, જૂનાગઢ એ ડિવિઝન પોલીસ દ્વારા તાજેતરમાં બે ધાર્મિક સ્થાનોમાં થયેલ ઘરફોડ ચોરીઓનો ભેદ ગણતરીના દિવસોમાં ઉકેલી, તમામ મુદામાલ કબજે કરવામાં આવેલ છે. પકડાયેલ આરોપી અદરેમાન ઇસ્માઇલભાઈ શેખ ભૂતકાળમાં કોઈ ગુન્હાઓમાં સંડોવાયેલ નથી. પોતે કવાલી ગાવાનો શોખીન હોઈ, નશો કરવાની પણ આદત હોય, આ ઘરફોડ ચોરી કરેલાની કબૂલાત કરતા, આગળની તપાસ એ ડિવિઝન પો. ઇન્સ. આર.જી. ચૌધરી, પીએસઆઈ આર.જી.મહેતા, પીએસઆઈ બી.આર.ચાવડા તથા સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલ છે.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
જૂનાગઢ બ્યુરોચીફ

IMG-20200808-WA0024.jpg

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!