મેવાસા આંબરડીમાં હાથ-પગ ધોતા પ્રૌઢ નદીમાં ડુબ્યા
જામજોધપુર નજીક મેવાસા આંબરડી ગામ રહેતા પોપટભાઇ પુનાભાઇ રાફુસા (ઉ.વ.૬૦) નામના વૃધ્ધ પોતાની ભાગીદારીમાં વાવેતર માટે રાખેલી વાડી ખેતીમાં કામ કરી નજીકમાં વેણુ નદીના કાંઠે હાથ પગ ધોતા હતા ત્યારે અકસ્માતે પાણીમાં પડી જતા ડુબી જવાથી તેમનું મૃત્યુ નિપજયુ હતુ. પ્રવિણભાઇ પોપટભાઇ રાફુસાએ જાણ કરતા શેઠવડાળા પોલીસ ટુકડી ઘટનાસ્થળ પર દોડી ગઇ હતી. પોલીસે મૃતદેહને બહાર કઢાવી તેનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ અર્થ સ્થાનિક હોસ્પિટલમાં ખસેડયો હતો.
– રોહિત મેરાણી (જામનગર)