જામનગરમાં રંગમતી પાર્કમાંથી દારૂ ઝડપાયો

જામનગરમાં રંગમતી પાર્કમાંથી દારૂ ઝડપાયો
Spread the love
  • મકાનધારકની ધરપકડ

જામનગરમાં રાજકોટ રોડ પર રાજ પાર્ક વિસ્તારમાં રંગમતી પાર્કમાં એલસીબી પોલીસે એક મકાનમાં દરોડો પાડી ઇંગ્લીશ દારૂની ૩૦ બોટલ સાથે મકાનધારક શખ્સને દબોચી લીધો હતો. તેની પ્રાથમિક પૂછપરછમાં દારૂનો આ જથ્થો જામનગરના શખ્સે સપ્લાય કર્યાનું ખુલ્લા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે.

સ્થાનિક ગુના શોધક શાખાનો દરોડો, સપ્લાયરનું નામ ખુલ્યું
જામનગરમાં એલસીબીના પીઆઇ. એમ.જે.જલુના માર્ગદર્શન હેઠળ પોલીસ ટુકડી પેટ્રોલિંગ કરી રહી હતી જે વેળાએ પોલીસ ટુકડીને રાજ પાર્ક વિસ્તારમાં એક મકાનમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે સેવા સદન વાળા ઢાળીયા પાસે રંગમતી પાર્ક ખાતે હસન મુસાભાઇ કુરેશીના મકાનમાં દરોડો પાડ્યો હતો. જે દરોડા વેળા અંદરથી ઇંગ્લીશ દારૂની ૩૦ બોટલ મળી આવી હતી.

આથી પોલીસે મકાનધારક હશન કુરેશીને પકડી પાડી દારૂની ત્રીસ બોટલ અને મોબાઇલ ફોન સહિત રૂ.૧૭ હજારની માલમતા કબજે કરી હતી. પ્રાથમિક પોલીસ પૂછપરછમાં પકડાયેલ શખ્સ દારૂનો આ જથ્થો એજાજ રફીક ખલીફા (રે.લંઘાવાડનો ઢાળીયો)એ સપ્લાય કર્યો હોવાનું કબુલ્યું હતું. પોલીસે સપ્લાયરની શોધખોળ સાથે દારૂ પ્રકરણની તપાસ હાથ ધરી છે.

– રોહિત મેરાણી (જામનગર)

images-14.jpeg

Admin

Rohit Merani

9909969099
Right Click Disabled!