વિક્રમ સારાભાઇ જન્મ જયંતિ અંતર્ગત બાલ વૈજ્ઞાનિકોની વિડીઓ સ્પર્ધા યોજાશે

Spread the love

ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી, પ્રેરિત નિસર્ગ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર, ગાંધીનગર ના ઉપક્રમે ભારતના પનોતા પુત્ર અને અવકાશ વૈજ્ઞાનિક ડૉ.વિક્રમ સારાભાઇની ૧૨ મી ઓગસ્ટે જન્મ જયંતિ છે. નિસર્ગ સાયન્સ સેન્ટર દ્વારા દર વર્ષે વિવિધ કાર્યક્રમોનું આયોજન થાય છે. કોરોનાની મહામારી ને કારણે  આ વર્ષે વિક્રમ સારાભાઇની જન્મ જયંતિ અલગ રીતે યોજાવાની છે. ધોરણ ૫ થી ૧૦ સુધીના બાળકો ભાગ લઇ શકશે . આ કાર્યક્રમાં શાળાના વિદ્યાર્થીઓ પોતાના ગમતા ભારતીય અથવા વિદેશી વૈજ્ઞાનિકોની વેશ ભૂષા પહેરીને તેમને કરેલી શોધો તેમજ જીવનગાથા વિષે ૨ થી ૩ મીનીટનો વીડિઓ ઘરેથી બનાવશે. આ કાર્યક્રમમાં ડૉ.વિક્રમ સારાભાઇ,અબ્દુલ કલામ,સ્ટીફન હોકીન્સ,હોમીભાભા,કલ્પના ચાવલા,સુનીતા વિલ્યમ્સ,થોમસ આલ્વા એડીશન,આઇન્સ્ટાઇન,જેવા વૈજ્ઞાનિકોના વિદ્યાર્થીઓ બનશે.અને માનવ સુખાકારી માટે પોતે કરેલી શોધો અને તેની ઉપયોગીતા વિષે સમજાવશે.

ભાગ લેવા માટેની યોગ્યતા- ( કેટેગરી-૧ધોરણ -૫ થી ૭) , ( કેટેગરી-૨ધોરણ -૮ થી ૧૦) રહેશે. વીડિઓ  તારીખ ૭ ઑગસ્ટ થી ૧૨ ઑગસ્ટ  સુધી WHATSAPP NO- 9426635215 પર મોકલી શકાશે. સ્પર્ધકે વીડિઓ ની સાથે પોતાનું  પૂરું નામશહેરનું નામધોરણ,મોબાઈલ નંબર તથા પોતે પસંદ કરેલ વૈજ્ઞાનિક નું નામ અવશ્ય મોકલવાનો રહેશે. પસંદ કરેલ વૈજ્ઞાનિક ને અનુરૂપ વેશ-પરિધાન હોવું આવશ્યક છે. વૈજ્ઞાનિકની વેશભૂષા,વિષય વસ્તુરજૂઆત કરવાની રીતને ધ્યાનમાં રાખીને વિજેતા જાહેર કરવામાં આવશે. સ્પર્ધક પોતાની રજૂઆત ગુજરાતી,હિન્દી,અંગ્રેજી  ભાષામાં કરી શકશે. રજૂઆત પૂર્વે સ્પર્ધકે પોતાનું નામ, ધોરણ, શહેર તથા પોતે પસંદ કરેલ વૈજ્ઞાનિક નું નામ રજુ કરવું ફરજિયાત છે. વિજેતાઓ ની યાદી તારીખ ૧૬ ઑગસ્ટ ના રોજ જાહેર કરવામાં આવશે. ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને ડીજીટલ પ્રમાણપત્ર તથા બંને કેટેગરીમાં બેસ્ટ રજૂઆત કરનાર પ્રથમ ત્રણ બાલ વૈજ્ઞાનિકોને ૫૦૦/-,૩૦૦/,૨૦૦/-  રૂ! રોકડ ઇનામ આપવામાં આવશે.

Admin

Admin

9909969099
Right Click Disabled!