જોટાણાના માંકણજમા વિશ્વ સ્તનપાન સપ્તાહ તેમજ મહિલા સશક્તિકરણ પખવાડીયાની ઉજવણી
વિશ્વ સ્તનપાન સપ્તાહની તેમજ મહિલા સશક્તિકરણ પખવાડિયાની ઉજવણીના ભાગરૂપે આઈ.સી.ડીએસ. ઘટક-જોટાણા દ્વારા કરવામાં આવેલ “અનોખા બંધન – એક કદમ પ્રકૃતિ તરફ” અંતર્ગત જોટાણા તાલુકા વિકાસ અધિકારી સુદીપ શાહ, કારોબારી અધ્યક્ષ મૃગેશભાઈ ચાવડા, સરપંચ, માજી સરપંચ, આગેવાનો તેમજ ગ્રામજનોની ઉપસ્થિતિમાં જોટાણા તાલુકાના માંકણજ મુકામે વૃક્ષારોપણ કરવામા આવ્યું હતું.. સી.ડી.પી.ઓ. જયશ્રીબેન મોદી દ્વારા લોકોમા પ્રકૃતિના ઉદાહરણ સાથે નવજાતને સ્તનપાનથી થતા ફાયદા વિષે પ્રેરિત કરવાની પહેલ કરવામા આવી હતી જેમાં બાળકની માવજત સાથે સાથે વૃક્ષની માવજત મમતાસભર કરવા તેમજ સ્તનપાનનુ સમર્થન કરી તંદુરસ્ત ભાવિ પેઢીનુ સર્જન કરીએ થીમ આધારીત જનજાગૃતિ માટેનો સંદેશ આપ્યો હતો.