કડીના મુખ્ય શાકમાર્કેટમાં સામાજિક અંતરના ધજિયા ઉડયા

કડીના મુખ્ય શાકમાર્કેટમાં સામાજિક અંતરના ધજિયા ઉડયા
Spread the love
  • રાંધણછઠના પર્વ નિમિત્તે શાકભાજીની ખરીદી માટે મોટી ભીડ
  • કડી શાકમાર્કેટમાં મોટાભાગના વેપારીઓ અને ગ્રાહકો માસ્ક પહેર્યા વિના જોવા મળ્યા હતા.

કડી શહેરમાં આવેલ શાકમાર્કેટમાં સામાજિક અંતરના લીરે લીરા ઉડતા જોવા મળ્યા હતા રાંધણ છઠના પર્વની ઉજવણી માટે શાકભાજીની ખરીદી ની ભીડ ઉમટી હતી મોટાભાગના વેપારીઓ અને ગ્રાહકો માસ્ક વિના જોવા મળ્યા હતા. કોરોના વાયરસની વૈશ્વિક મહામારી ચાલી રહી છે ત્યારે મહેસાણા જિલ્લાના કડી શહેરમાં કોરોના ના કેસો દિવસે ને દિવસે વધારો જોવા મળી રહ્યો છે ત્યારે કડી શહેરમાં આવેલ શાકમાર્કેટમાં રાંધણછઠના તહેવાર નિમિત્તે મોટા પ્રમાણમાં લોકો શાકભાજીની ખરીદી કરવા ઉમટી પડ્યા હતા.

આરોગ્ય અને વહીવટ તંત્ર દ્વારા સામાજિક અંતર જાળવવા અને માસ્ક ફરજિયાત પહેરવાની સૂચનાઓ કરવામાં આવે છે પરંતુ લોકો દ્વારા તેઓ સરેઆમ છેદ ઉડાવવામાં આવતો હોય તેવું સ્પષ્ટ જણાવ્યું હતું રવિવારે રાંધણ છઠનો પર્વ હોવાથી શાકભાજીની ખરીદી કરવા સવારથી જ કડી ના મુખ્ય શાકમાર્કેટમાં તેમજ નગરપાલિકાના સામેના મેદાનમાં ,જગાત નાકે નાની કડી, ગૃહિણીઓ અને ગ્રાહકોએ ભીડ જમાવી હતી શાકભાજીની ખરીદી પ્રક્રિયામાં સામાજિક અંતર જાળવવામાં આવતું નજરે પડતું ન હતું.

મોટાભાગના વેપારી અને ગ્રાહકોના મોઢા પર માસ્ક પણ પહેરવામાં ઉદાસીનતા જોવા મળી હતી અને જેના લીધે કોરોના સરકારનું જોખમ છતું થયું હતું. વેપારીઓ અને ગ્રાહકોએ મોઢા ઉપર માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટન્સ સરેઆમ ભંગ કર્યો હોવા છતાં તંત્રના અધિકારીઓમાં તહેવારો ની સુસ્તી જોવા મળી હતી.

03 02 01 IMG-20200809-WA0011.jpg

Admin

Dhaval Gajjar

9909969099
Right Click Disabled!