લાયન્સ કલબ ગાંધીનગર ફેમિના દ્વારા “કોરોના વોરિયર્સને વંદન” કાર્યક્રમ

લાયન્સ કલબ ગાંધીનગર ફેમિના દ્વારા “કોરોના વોરિયર્સને વંદન” કાર્યક્રમ
Spread the love

શ્રાવણ માસના પવિત્ર માસમાં, જરૂરિયા તમંદો ની મદદ માટે Lions ક્લબ ફેમિના દ્વારા ગાંધીનગર નગરપાલિકામાં કામ કરતા તમામ સફાઈ કામદારોને અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું.

ગાંધીનગર ખાતેની સેકટર -8 મા આવેલ સરકારી પ્રાથમિક શાળા ના પ્રાંગણ માં આયોજિત આ કાર્યક્રમ ને શોભાયમાન બનાવવા માટે ડીસ્ટ્રીકટ ગવર્નર શ્રી નરેન્દ્રભાઈ પટેલ, મ્યુનિસિપલ કમિશનર શ્રી રતન કુંવર ગઢવી તેમજ ઝોન ચેરમેન શ્રી રાજ ગૌડા ખાસ ઉપસ્થિતિ રહ્યા હતા.

આ સેવાકાર્ય માટે 500 કીટ માટે આર્થિક સહાય આપનાર સહુ લાયન્સ બહેનો નો રુણ સ્વીકાર કરવામાં આવ્યો. કાર્યક્રમ દરમિયાન માસ્ક તથા સોશીયલ ડિસ્ટન્સ નું ચુસ્તપણે પાલન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ માટે સમય દાન આપનાર સહુ સભ્યોનો, મ્યુનિસિપલ કોર્પોરેશન ના અધિકારીઓ, એજન્સીના સભ્યો તથા શાળાના આચાર્યશ્રી નો આભાર માનવામાં આવ્યો.

આ કાર્યક્રમ સફળ બનાવવા માટે કલબના પ્રમુખ શ્રીમતી મમતા બેન રાવલ, ચેરમેન ચંદા યાદવ તથા તેમની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી. સભ્યો મોટી સંખ્યા માં હાજરી આપી સેવા પ્રત્યેની નિષ્ઠા નો પરિચય આપ્યો હતો. Lions femina ને ખૂબ ખૂબ અભિનંદન.

Admin

Admin

9909969099
Right Click Disabled!